અંજારના જગતપરમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ
અંજારતાલુકાના જગતપર ગામે એક પરિવારના બે જુથ વચ્ચે બોલાચાલી બાદ સશસ્ત્ર ધિંગાણું થયા બાદ 12 જેટલા વ્યક્તિઓ ઘવાતા હોસ્પિટલે દાખલ કરવાની ફરજ પડી હતી.
અંજારના જગતપર ગામે સોમવારે સવારે રમજાન ઇદની નમાજ પઢ્યા બાદ બે પરિવારોના યુવાનોની મોટર સાયકલ આમને સામને આવી જતાં બોલાચાલી થયા બાદ મામલો થોડા સમય માટે સમી ગયો હતો.
બાદમાં ઉશ્કેરાયેલા મામદ ઓસ્માણ, રફિક અલાડી, સુલતાન અલાડી, હીદન અલાડી, અનવર ઓસમાણ, ઇન્દ્રીસ ઓસમાણ, અયુબ ઓસ્માણ, મુતલબ ઓસ્માણ, અલ્તાફ ઇલીયાસ, મુશેબ મનારા, હનીફ અરમીદ, રમજાન,ઇલીયાસ, ઇરફાન જુબેર નામના શખ્સોએ ધારિયા અને કુહાડી જેવા ધારદાર હથિયારો સાથે તુટી પડતાં જુણસ તમાચી, હકીમ તમાચી, ચન્ના જુસબ ઉપર હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દેતાં ઘાયલોને સારવાર માટે ખસેડાયા હતા.
સામસામે થયેલી મારામારીમાં સામા પક્ષે પણ જેટલા શખ્સો ઘાયલ થતાં દુધઇ મથકે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.