તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અંજારમાં દિવસભર પાન માવાના ગલ્લા બંધ હોવાથી અચરજ !

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજારમાં દિવસભર પાન-માવાના ગલ્લા બંધ હોવાથી અચરજ !

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારમાંમંગળવારે સવારથી પાન-માવાના ગલ્લા અને દુકાનો બંધ રહેતાં સવારથી બંધાણીઓ દુકાન પાસે આંટાફેરા મારી રહ્યા હતા, પરંતુ સાંજ સુધી પાન મસાલાના વેપારીઓએ બંધ રાખતા શહેરભરમાં આશ્ચર્ય ફેલાયું હતું. વર્ષો બાદ પાનબીડી એસોસિયેશન તરફથી બેઠક રાખવામાં આવતાં આવી સ્થિતિ સર્જાઇ હતી. મંગળવારે સવારથી પાન-માવાના ગલ્લા ખૂલતાં દરરોજના બંધાયેલા ગ્રાહકો દુકાનની બહાર દુકાન ખૂલવાની વાટ જોઇને બેઠા હતા, પરંતુ એક પણ દુકાન ખૂલતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. ઘટનાને પગલે કેટલાક બંધાણીઓએ એક જગ્યાએ બંધ હોવાનું માનીને બીજી દુકાને મુલાકાત લેતાં ત્યાં પણ તાળાં લાગેલાં જોઇ આશ્ચર્ય પામ્યા હતા. શહેરભરમાં ફક્ત પાન-માવાની દુકાનો બંધ કેમ છે, તે મુદ્દે ચર્ચાઓ શરૂ થઇ હતી. મામલે બેઠકમાં ભાગ લેનારા એક વેપારીએ જણાવ્યું કે, અંજાર પાનબીડી એસો.ની 17 વર્ષમાં એક પણ બેઠક થઇ હોવાથી સતાપર ખાતે બેઠક કરાઇ હતી. બેઠકમાં પ્રમુખની વરણીઓ કરાઇ ભાવ અંગે ચર્ચા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો