• Gujarati News
  • National
  • અંજારમાં ટીબી અંગે જાગૃત કરવા સેમિનાર યોજાયો

અંજારમાં ટીબી અંગે જાગૃત કરવા સેમિનાર યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારમાંવિશ્વ ક્ષય દિવસ અંતર્ગત ક્ષય પ્રત્યે જાગૃત બને તે માટે શહેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા શાળા નં. 9માં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શહેરના હોથી ફળિયામાં આવેલી શાળા નં. 9માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સેમિનાર યોજી આજુબાજુની સ્થાનિક મહિલાઓ અને બાળકોને ટીબી વિશે સમજ આપી ટીબીથી કેવી રીતે બચી શકાય તે વિશે જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં અંજાર પીએચસીના ઇન્ચાર્જ ડો. વૈશાલી રાવલે લોકોને કેવી રીતે ટીબીને ઓળખી શકાય તેમજ ટીબીના લક્ષણો વિશે જાણકારી આપી ટીબીની દવાનો કોર્સ અધૂરો છોડવા ભારપૂર્વક જણાવ્યું હતું.આરોગ્ય કેન્દ્રના અલ્પેશ રાવલ, સુનિલ પટેલ, આચાર્ય લક્ષ્મિકાંત પરગડુ, મહિલાઓ, બાળકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...