• Gujarati News
  • આરોપીઅે ઠંડાં પીણાની બોટલમાં કંઇક ભેળવી વીડિયો ક્લિપ ઉતારી મહિલાને વારંવાર બ્લેકમેઇલ પણ કરી

આરોપીઅે ઠંડાં-પીણાની બોટલમાં કંઇક ભેળવી વીડિયો ક્લિપ ઉતારી મહિલાને વારંવાર બ્લેકમેઇલ પણ કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારમાંરહેતી પરિણીતા પર ભોપાલના એક પરિચિત શખ્સે અવારનવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. હેવાને પરિચિત હોવાનો ફાયદો લઇને ઠંડાં-પીણામાં કંઇક ભેળવીને બેભાન કરીને મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. આટલું ઓછું હોય તેમ કૃત્યની વીડિયો ક્લિપ ઉતારી તેના આધારે બ્લેકમેઇલ પણ કરી હતી. અંજારમાં રહેતી મૂળ ભોપાલની 33 વર્ષીય પરિણીતાને આરોપી પ્રતાપ મોરિચ (મૂળ રહે. ભોપાલ)એ મહિલાના ઠંડાં-પીણામાં કંઇક ભેળવીને પીવડાવી દીધું હતું. મહિલા બેભાન થઇ ગયા

...અનુસંધાનપાના નં. 4

બાદશખ્સે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. શેતાનોને પણ શરમાવે તેમ હેવાને બેભાન હાલતમાં રહેલી મહિલા સાથે કૃત્ય આચર્યાની વીડિયો ક્લિપ ઉતારી લીધા પછી બ્લેકમેઇલિંગ કરી દીવ, અમદાવાદ સહિતના સ્થળોએ લઇ જઇ અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસે મહિલાની ફરિયાદને આધારે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

અંજારમાં પરિણીત સ્ત્રી પર

પરિચિત શખ્સે દુષ્કર્મ આચર્યું