તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અંજાર| અંજારનાભીમાસર ગામે સામાજીક કાર્યકરને તારા કામ બંધ કરી દેજે

અંજાર| અંજારનાભીમાસર ગામે સામાજીક કાર્યકરને તારા કામ બંધ કરી દેજે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર| અંજારનાભીમાસર ગામે સામાજીક કાર્યકરને તારા કામ બંધ કરી દેજે તેવું કહી ગત 3ના બે શખ્સે જાતિ અપમાનિત કરી માર મરાતાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ લખાવાઇ હતી. અંજારના ભીમાસર ગામે રહેતા શંકર વેલજી પરમાર નામના 26 વર્ષીય સામાજિક કાર્યકર ગત 3જી જૂનના રાત્રે 8 વાગ્યે ગામની માધ્યમિક શાળાના રોડ પર જઇ રહ્યા હતા, ત્યારે સામેથી આવેલા ગામના સંજય ઘેલા હુંબલ તેમજ રવિ દેવદાન વિરડા નામના શખ્સોએ ‘તારા કામ બંધ કરી દેજે’ તેવું કહી શંકરભાઇને ગાળો આપી જાતિ અપમાનિત શબ્દો કહ્યા હતા તેમજ ધકબૂશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં શંકરભાઇએ અંજાર પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ભીમાસરમાં સામાજિક કાર્યકરને જાતિ અપમાનિત કરી માર મરાયો

અન્ય સમાચારો પણ છે...