તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અંજારમાં બે જગ્યાએ ચોરીમાં લેપટોપ મોબાઇલ ચોરાયા

અંજારમાં બે જગ્યાએ ચોરીમાં લેપટોપ-મોબાઇલ ચોરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારમાંબે અલગ અલગ જગ્યાએ નોંધાયેલી ચોરીમાં તસ્કરો રાત્રે મોબાઇલ તેમજ લેપટોપ જેવી મોંઘીદાટ ચીજવસ્તુઓ સાફ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. મેઘપર કુંભારડીમાં આવેલી ગોલ્ડન પાર્ક સોસાયટીમાં રજનીકાંત સૂર્યકાંત પઉના ઘરે ગત 4ના રાત્રે તસ્કરે ખાતર પાડ્યું હતું. ઘરમાં પરિવાર સૂઇ રહ્યો હતો ત્યારે સિફતપૂર્વક ઘરમાં ઘૂસી રૂ.23,889 રૂપિયાનો મોબાઇલ ચોરી ભાગી ગયો હતો. સવારના મોબાઇલ ચોરાઇ જવાનું માલુમ પડતાં રજનીભાઇએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તો વિજયનગર વિસ્તારમાં રહેતા રાજેંદ્ર ભોલારામ સ્વામી પોતાના ઘરે પરિવાર સાથે તાળું મારી સૂતા હતા ત્યારે હરામખોર ચોરે તાળું તોળી અંદર પ્રવેશી ચાર મોબાઇલ એક લેપટોપ અને ઘરના જરૂરી દસ્તાવેજો સહિત કુલ 35 હજારનો મુદ્દામાલ ચોરી નાસી ગયો હતો. સવારે પરિવારને મોબાઇલ લેપટોપ સહિત જરુરી દસ્તાવેજો ગાયબ થવાની જાણ થતાં રાજેંદ્રભાઇએ અંજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વિજયનગરમાં તસ્કરો દસ્તાવેજો પણ લઇ ગયા!

અન્ય સમાચારો પણ છે...