તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અંજારમાં 40 ગૌવંશ કતલખાને લઇ જવાયા હોવાની આશંકા

અંજારમાં 40 ગૌવંશ કતલખાને લઇ જવાયા હોવાની આશંકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારનાજીઆઇડીસી વિસ્તારમાં 10 થી બાર શખ્સો રખડતી ગાયો અને આંખલાઓને લઇ જઇ રહ્યા હતા. ત્યારે પસાર થતાં જાગૃત નાગરિકને શંકા જતાં લોકોને ગાયો વિશે પુછતાં થોળી વાર બાદ શખ્સો ગાયોને મુકી ફરાર થઇ ગયા હતા. જો કે બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસને નજીકના વિસ્તારમાં શેડ નીચે રાખવામાં આવેલી વાધારાની 100 જેટલી ગાયો મળી આવતાં પોલીસે તેને મુક્ત કરી હતી. પરંતુ સમગ્ર બનાવમાં શંકાસ્પદ શખ્સો કોણ હતા તે વિશે માહિતી મળી શકી હતી.

અંજારના જીઆઇડીસી વિસ્તારમાં વર્કશોપ ધરાવતાં તેમજ બજરંગ દળમાં કામ કરતાં મૂળજીભાઇ ગઢવી બુધવારે સવારના સાડા દસ વાગ્યાના અરસામાં જીઆઇડીસી મુખ્ય હાઇવે પર પોતાની કારમાં જઇ રહ્યા હતા. તે સમયે તેમણે રસ્તા પર ખોખરા ગામથી વેલ્સપન કંપની તરફ 10થી શખ્સોને 40 જેટલા ગૌવંશ શંકાસ્પદ રીતે દોરી જતાં હોવાનું જણાંતાં તેમણે શંકા ગઇ હતી. જેથી મૂળજીભાઇએ શખ્સોને ગૌંવંશ ક્યાંથી લાવ્યા તેમજ ક્યાં લઇ જાઓ છો જેવા સવાલો કરતાં તેમણે સંતોષકારક જવાબ આપ્યો હતો. જેથી મૂળજીભાઇએ કાર હંકારી આગળ કાર રોકી પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે ગૌવંશ લઇ જતાં લોકોએ પકડાઇ જવાની બીકે અંજારની ડમ્પીંગ સાઇટ પાસે બનાવેલા શેડ પાસે ગાયો મુકી ફરાર થઇ ગયા હતા. પોલીસે મુળજીભાઇને સાથે રાખી સ્થળની તપાસ કરતાં અન્ય 100 જેટલી ગાયો મળી આવી હતી. જે બાદ તમામ ગાયોને મુક્ત કરી દેવાઇ હતી. બનાવ બાદ પોલીસે ગુનો નોંધતા તે શખ્સો વિશે વધારે જાણકારી મળી શકી હતી. ઘટના બાદ મૂળજીભાઇએ જીઆઇડીસી વિસ્તારમાં ગૌવંશ કતલનું મોટું કૌભાંડ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી પણ બનાવ ચોપડે ચડ્યો

અન્ય સમાચારો પણ છે...