• Gujarati News
  • National
  • અંજાર| રેલવેસ્ટેશન સામે કેટલાક સમયથી ભૂંગા અને તંબુ બાંધી દબાણ

અંજાર| રેલવેસ્ટેશન સામે કેટલાક સમયથી ભૂંગા અને તંબુ બાંધી દબાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર| રેલવેસ્ટેશન સામે કેટલાક સમયથી ભૂંગા અને તંબુ બાંધી દબાણ કરતાં મંગળવારે રેવલે પોલીસ દ્વારા દબાણો દૂર કરાયા હતા. અંજાર રેલવે સ્ટેશનની સામેની બાજુ ટ્રેકની નજીક છેલ્લા કેટલાક સમયથી પરપ્રાંતિય મજૂરો તંબુ તાણી કાચા-પાકા બાંધકામો બનાવી રહેતા હોવાથી ફરિયાદને પગલે રેલવે પોલીસે મંગળવારે સાંજે 12થી 15 જેટલા પરિવારને રેલવેની હદમાંથી દૂર કર્યા હતા. લોકોએ રેલવેના પાટાની નજીક રહેવાસ બનાવ્યા હોવાથી રેલવેની હદમાં કોઇ ગંભીર અકસ્માત થાય તે હેતુથી દબાણ દૂર કરાયા હોવાનું ઇન્ચાર્જ સ્ટેશન માસ્ટર નાગેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું.

અંજાર રેલવે સ્ટેશન પાસેથી દબાણ દૂર કરાયા

અન્ય સમાચારો પણ છે...