• Gujarati News
  • National
  • ટેન્ડરની વિગતો સાથે ચીફ ઓફિસરને પ્રાંત કચેરી તપાસ માટે બોલાવાયા

ટેન્ડરની વિગતો સાથે ચીફ ઓફિસરને પ્રાંત કચેરી તપાસ માટે બોલાવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારશહેરમાં સુવિધાની જગ્યાએ વિવિધ સમસ્યાઓએ ભરડો લીધો છે, ત્યારે નગરપાલિકાના કારોબારી ચેરમેન દ્વારા મનસ્વી નિર્ણયો લેવાતા હોવાના કારણે પાલિકાને નુકસાન થયું હોવાનું નોંધતાં તત્કાલીન સીઓએ ફરિયાદ કરી હતી. જેની તપાસ માટે હાલના સીઓને તમામ દસ્તાવેજો સાથે પ્રાંત અધિકારી દ્વારા બોલવવામાં આવ્યા હતા, તો સૂત્રો તરફથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અંજારના તત્કાલીન સીઓએ કારોબારી સાથે સેટિંગ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

થોડા દિવસ પહેલાં મળેલી પાર્ટીની હાઇકમાન્ડની બેઠકમાં પણ પાર્ટીના નેતાઓએ ખુદ કારોબારી ચેરમેન સામે વિવિધ આક્ષેપો કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, તો પાલિકાના નેતાઓ વચ્ચે સંકલન હોવાનો પણ આક્ષેપ કરાયો હતો, પરંતુ કારોબારી ચેરમેને આક્ષેપો નકાર્યા હતા.

અંજારના કારોબારી સમિતિએ ગત વર્ષે એપ્રિલમાં સફાઇ ટેન્ડર બહાર પાડ્યું હતું. ત્રિવાર્ષિક ટેન્ડરમાં વધારે કારોબારી દ્વારા વધારે ભાવ અપ્યો હોઇ પાલિકાને નુકસાન થતું હોવાનું તત્કાલીન સીઓ સંદીપસિંહ ઝાલાએ રજૂઆત કરી ટેન્ડરને અટકાવી મામલે કલમ નંબર 70 (1) અને 70 (2) અંતર્ગત રિવ્યૂ લઇ કલેક્ટરને ફરિયાદ કરી હતી. ફરિયાદ મુજબ ટેન્ડર હેઠળના 120 કર્મચારીના દરરોજના પગારમાં 3000 રૂપિયા વધારે ખર્ચાતા હોવાથી ટેન્ડરમાં પાલિકાને નુકસાન થતો નિર્ણય લેવાયો હતો.

મામલે પ્રાંત અધિકારી મિતેશ પંડ્યાને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, મામલે સીઓને તમામ ફાઇલો સાથે તપાસ માટે બોલાવવામાં આવશે.

મામલે સૂત્રોએ જણાવ્યું હતું કે, તત્કાલીન સીઓની કારોબારી સાથે ‘સેટિંગ’ હોવાને કારણે વિવાદ થયો હતો અને અંજારના ઇતિહાસમાં બીજી વખત સીઓએ ચૂંટાયેલી બોડી સામે ફરિયાદ દાખલ કરી હતી. અગાઉ પણ 1998માં રીતે સીઓ દ્વારા ચૂંટાયેલી બોડી વિરુદ્ધ ફરિયાદ કરાઇ હતી.

સમગ્ર મામલે કારોબારી ચેરમેન પ્રકાશ કોડરાણીનો સંપર્ક કરાતાં તેમણે મામલે તેમના પર થયેલા આક્ષેપો નકર્યા હતા. તેમણે જણાવ્યું કે, સીઓની ફરિયાદ બાદ જૂનું ટેન્ડર ચાલુ રાખવાનું નિર્ણય લેવાયો હતો, પરંતુ ટેન્ડર લેનારી પાર્ટીએ ટેન્ડર લેવાની ના પાડી દેતાં ફરી ટેન્ડર બહાર પાડવાની ફરજ પડી હતી. તેમણે પક્ષ અને કારોબારી પર થઇ રહેલા આક્ષેપોનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, પાર્ટીમાં સર્વે કાઉન્સિલરો વચ્ચે સર્વસંમતિથી નિર્ણયો લેવાય છે અને પાર્ટીમાં કોઇ પણ પ્રકારનો અસંતોષ નથી. કોરબારીની રચના પછી પ્રમુખ ઉપપ્રમુખ અને તમામ પક્ષની બેઠક થઇ હોવાના આક્ષેપનો જવાબ આપતાં કારોબારી ચેરમેને જણાવ્યું હતું કે, તેઓ ફોન પર એકબીજાના સંપર્કમાં રહે છે.

સોસાયટીઓમાં સફાઇ બંધ

મહત્ત્વનું છે કે, અંજારમાં સફાઇકર્મીઓની અછતને કારણે શહેરની અંદરના ભાગ સિવાય સોસાયટીઓમાં થતી સફાઇ સતંદર બંધ થઇ ગઇ છે, તો નગરપાલિકામાં કારોબારી સમિતિના સભ્યોના પરિવારજનો પણ જાણે કારોબારી સભ્યો હોય તેમ વિવિધ કચેરીઓમાં ફરતા જોવા મળી રહ્યા છે, ત્યારે નગરપાલિકા પોતાના સ્વાર્થ સાધવાને બદલે લોકોની સુખાકારીમાં રસ લે તેવી માગ ઉઠી હતી.

અંજાર સુધરાઇની કારોબારીમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવો તાલ

કારોબારી અંગત સ્વાર્થ પૂરો કરવામાં વ્યસ્ત હોવાનો આક્ષેપ : સભ્યોના પાલિકામાં આંટાફેરા

અન્ય સમાચારો પણ છે...