આમોદ પાલિકાના સભ્ય વિરુદ્ધ ધમકી આપ્યાની રાવ
આમોદમાંરહેતા એક શખ્સ દ્વારા પાલિકાના સભ્ય સહિત બે વિરુદ્ધ મારી નાખવાના દમકી આપી હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.આમોદ ચુનારવાડમા રહેતા મહંમદ શેખ જેક ખત્રીએ આમોદ પોલીસ મથકે આમોદ નગરપાલિકાના સભ્ય મુકેશ ધીરુભાઇ પંડયા અને ગિરીશ રણછોડભાઈ પટેલ પૈકી ગિરીશ પટેલના ઘરેથી ગોળ જપ્ત કરવાની બનેલી ઘટનાનો રોષ રાખી બિભત્સ ગાળો બોલી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
અંગે આમોદ પોલીસે ઇપીકો 323,504; 506 (2) મુજબની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગિરીશ પટેલે અંગે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે તે અવારનવાર નાણાની માંગણી કરે છે અને હું નાણા આપતો નથી તેથી ફરિયાદ નોંધાવી છે.