Home » Gujarat » Bharuch-Narmada » Amod » ભીમપુરાના દલિતને હોમગાર્ડની નોકરીએ ન લેવાતો હોવાની રાવ

ભીમપુરાના દલિતને હોમગાર્ડની નોકરીએ ન લેવાતો હોવાની રાવ

Divyabhaskar.com | Updated - Mar 17, 2018, 03:50 AM

આમોદ તાલુકા ના ભીમપુરા ખાતે રહેતા અને સ્નાતક સુધીનો અભ્યાસ કરતા તથા આમોદ યનિટ હોમગાર્ડના સૌથી સિનિયર એવા મુકેશ...

  • ભીમપુરાના દલિતને હોમગાર્ડની નોકરીએ ન લેવાતો હોવાની રાવ
    આમોદ તાલુકા ના ભીમપુરા ખાતે રહેતા અને સ્નાતક સુધીનો અભ્યાસ કરતા તથા આમોદ યનિટ હોમગાર્ડના સૌથી સિનિયર એવા મુકેશ પરમારને ફરજ પરથી દુર કરી પુનઃ ફરજ પરના લઇ માનસિક ત્રાસ આપી આર્થિક નુકશાન પહોચાડી પોતાની સાથે કિન્નાખોરી રાખતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

    આ હોમગાર્ડના જવાનને ફરજ પર લેવાનો હુકમ કરી કચેરીનો પત્ર ન મોકલી આ યુવાન ફરજ પર હાજર થવા ગયો ત્યારે ચંદુ પટેલે ફરજ પર ન લઇ અપમાન કરેલ હતુ.જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હિતેન્દ્ર ગાંઘી આમોદના દલીત હોમગાર્ડ યુવાનો સાથે ભેદભાવ રાખી ખરાબ વર્તન કરી માનસિક ત્રાસ આપતા હોવાની લેખીત ફરિયાદ જીલ્લા પોલીસ વિભાગ તથા સમાજ કલ્યાણ અધિકારીને કરેલ છે.

    આ ઉપરાંત આમોદ હોમગાર્ડના યુવાનોએ ઉપવાસ આંદોલન કરેલ હતુ જેનુ સમાધાન 11 ઓગષ્ટના રોજ થયેલ છે.

    ...અનુસંધાન પાના નં.2

    આ સમાઘાન મુજબ ગણપત મકવાણાને ઓ.સી તરીકે નો ચાર્જ આપવાનુ નકકી થયેલ હતુ પરંતુ આજ સુધી આ ફરજ સોંપવામાં આવેલ નથી. વળી આવનારા સમયમાં આત્મ વિલોપન ની ઘટનાઓ બનવાની સંભાવના વ્યકત કરાય રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending