તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આમોદ તાલુકામાં ~21.50 લાખના 11 કામોનું લોકાર્પણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમોદ તાલુકામાં ~21.50 લાખના 11 કામોનું લોકાર્પણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજયનાઅન્ન નાગરિક પુરવઠા મંત્રીશ્રી છત્રસિંહજી મોરીના હસ્‍તે આમોદ તાલુકાના કોઠીવાંતરસા, વાંતરસા, દોરા, માલકીનપુરા, માતર, ઇખર મળી કુલ - 6 ગામોમાં ~21.50 લાખના ખર્ચે 11 જેટલાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ થયું હતું.

છત્રસિંહ મોરીએ વિવિધ ગામોએ યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોને સંબોધતા જણાવ્‍યું હતું કે રાજયનો શ્રેષ્‍ઠ અને સર્વાંગી વિકાસ કરવા માટે સરકાર સુશાસન સાથે સંકલ્‍પબધ્‍ધ રીતે આગળ વધી રહી છે ગુજરાત આજે સમગ્ર દેશમાં વિકાસ માટેનું ગ્રોથ એન્‍જીન બની રહયું છે. વિકાસ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તો પ્રજાને સંતોષ થાય તેમ જણાવી જનસામાન્ય માટે કેન્‍દ્ર સરકારની વિવિધ નવતર યોજનાઓની વિગતે જાણકારી આપી હતી અને તેનો લાભ લેવા ગામ આગેવાનોને જાગૃત થવાની જરૂરિઆત સમજાવી હતી.

તેમણે રાજય સરકારની અનેકવિધ યોજનાઓ પૈકી મા- અમૃતમ યોજના, મા- વાતસલ્‍ય યોજના સહિત આરોગ્‍ય વિષયક સેવાઓની વિસ્‍તૃત માહિતી પણ આપી હતી. તેમણે આવનારા સમયમાં આમોદ તાલુકામાં થનારા વિકાસ કાર્યોની ઝાંખી કરાવી હતી. સાથે દરેક ગામે ગામ લોકોને ગામને સ્‍વચ્‍છ રાખવા પર ભાર મુકી પ્રત્‍યેક ઘર શૌચાલય વગર રહે તે જોવાની જરૂરીયાત જણાવી હતી.

બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ વિલાસબેન રાજ, તાલુકાના આગેવાનો ભોગીભાઇ, મફતભાઇ, અશોકભાઇ, બિમલભાઇ, ધર્મિષ્‍ઠાબેન પટેલ, જે તે ગામના સરપંચશ્રીઓ, ગામ આગેવાનો-ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયાં હતાં.

કાર્યક્રમમાં નવતર યોજનાઓની વિગતે જાણકારી અપાઈ

વાંતરસા, માતર, ઇખર સહિતના ગામોમાં સુવિધા વધશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો