• Home
  • Gujarat
  • Bharuch-Narmada
  • Amod
  • પાદરા પંથકના વિવિધ રામ મંદિરોમાં રામનવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી

પાદરા પંથકના વિવિધ રામ મંદિરોમાં રામનવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી

DivyaBhaskar News Network

Mar 26, 2018, 03:40 AM IST
પાદરા પંથકના વિવિધ રામ મંદિરોમાં રામનવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી
આશરે ૨૫૦ વર્ષ પહેલા શ્રી સંતરામ મહારાજ વિચરણ કરતા કરતા સંત શ્રી રઘવમુનીજી અને સંતશ્રી હરેરામજી મહારાજની સાથે વરાડ ગામે પહોંચ્યા હતા. ત્યારે વરાડ ગામે એક ભજન મંડળી બેથી હતી. ત્યાં ભજનમાં સંતરામ મહારાજે પોતાના મુખે વાસળી વગાડી સંભળાવી હતી અને એ વાંસળીના સુરે સમસ્ત ભક્તો તેમજ ગ્રામજનો દંગ રહિત ગયા હતા. અને સૌ મંત્રમુગ્ધ બની ગયા હતા. વરાડ ગામેથી નીકળી મહારાજ સુરતનાં તાપી નદી કીનારે જીતા મુનીજીના આશ્રમે પહોચ્યા હતા. અને ત્યાંથી આમોદ થઇ કહાનવા ગામેથી પાદરા પહોંચ્યા હતા. સંતરામ મહારજ આગળ વધતા વધતા વડોદરા પહોંચ્યા હતા અને તેમની સાથે વિચરણ કરતા સંત હરેરામજી મહારાજને વડોદરા રોકાવા આદેશ આપ્યો હતો. અને હરેરામજી મહારાજ વડોદરામા જ રોકાઈને ધર્મનું સિંચન કર્યું. ત્યાર બાદ સંતરામ મહારજ વિચરણ કરતા કરતા વડોદરાથી વાંકાનેર થઇ ડાકોર તેમજ ઉમરેઠ ચીખલાદ થઇ અને અંતે નડીયાદ જઈ ને સ્થાયી થયા હતા. નડીયાદ માં શ્રી સંતરામ મહારાજે અનેક વર્ષો ભક્તો સાથે વિતાવ્યા અને સેવા પૂજા કરી અને અંતે નડીયાદ માજ મહાસુદ પુનમના દિવસે નડીઆદ ખાતે જીવંત સમાધિ લીધી. જે આજે પણ સ્થિત છે. તેમને પૂનમના દિવસે લીધેલ સમાધીના કારણે ગાદી મંદિરોમાં આજે પણ પૂનમનું મહત્વ વધુ છે. હાલ સંતરામ મહારાજની કોઈ છબી છે જ નહીં તેમની જગ્યાએ લક્ષ્મણદાસજી મહારાજની છબી પ્રસ્થાપિત છે. જેમની છબીઓ હાલ મંદિર ગાદી પર મુકાય છે. પરંતુ લક્ષ્મણ દાસજી મહારજીની આજીજીથી આપેલ વચન કે જે સંતરામ મહારાજ જણાવેલ કે મારી સમાધીની બહાર મુકેલ બે ઘીનાં દીવા આપો આપ પ્રજ્વલિત થશે અને સાકાર અને ચંદનની વર્ષા થશે જેના કારણે હાલમાં પણ દરેક શાખા મંદિરમાં દીપ પ્રજ્વલિત હોય છે. દરેક ગાદી મંદિરોમાં આ રીતે વાર્ષિક ઉત્સવ સમયે સાકાર વર્ષા કરવામાં આવે છે.

X
પાદરા પંથકના વિવિધ રામ મંદિરોમાં રામનવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી