Home » Gujarat » Bharuch-Narmada » Amod » આમોદમાં તુવેર ખરીદી કેન્દ્ર શરૂ નહીં કરાતાં કોંગ્રેસના ધરણા

આમોદમાં તુવેર ખરીદી કેન્દ્ર શરૂ નહીં કરાતાં કોંગ્રેસના ધરણા

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 02:50 AM

9 હજાર હેકટરમાં તુવેરનું વાવેતર : પાક નહીં વેચાતા ખેડૂતોને મુશ્કેલી કૃષિમંત્રીને રજૂઆત કરવા છતાં કોઇ...

  • આમોદમાં તુવેર ખરીદી કેન્દ્ર શરૂ નહીં કરાતાં કોંગ્રેસના ધરણા

    આમોદ તાલુકામાં તુવેરની ખરીદી માટે કેન્દ્ર શરૂ કરવામાં નહિ આવતાં કોંગ્રેસના આગેવાનોએ મામલતદાર કચેરીની બહાર ધરણા યોજી અાવેદનપત્ર આપ્યું હતું. તુવેરનું વેચાણ નહિ થવાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે.

    આમોદ તાલુકામાં ચાલુ વષેઁ આશરે 9 હજાર હેકટર જમીનમાં તુવેરનુ વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ તૈયાર થયેલ પાક ખેડુતોના ઘરમા પડેલ છે . જંબુસર ના ધારાસભ્ય સંજય સોલંકીએ કુષિમંત્રીને પણ વારંવાર રજુઆતો કરેલ છે તેમ છતા ખરીદી કેન્દ્ર ચાલુ કરવામાં ન આવતા જગતના તાતના સમર્થનમાં યુવા કોંગ્રેસના ઉપક્રમે આમોદ મામલતદાર કચેરી બહાર ધરણા કરવા આવ્યા હતાં.

    મામલતદાર કચેરીની અંદર તુવેરો નાખી તાત્કાલિક અસરથી તુવેર કેન્દ્ર ચાલુ કરવાની માંગ સાથે મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમા તાલુકાના ખેડૂતો સહિત જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ પ઼મુખ કિતિરાજસિંહ ગોહિલ, ઉપપ઼મુખ ઇરફાન પટેલ ,અમીત રાણા, મુકેશ વસાવા, રોહીત માછી, તોશીફ પટેલ સમીર રાણા, વિક઼મ રબારી,મેહબુબ કાકુજી, નગર પાલિકા પ઼મુખ સાજુભાઇ રાણા, મોહશીન શેઠ, ઇરફાન રાણા , નિલકંઠસિંહ સિંધા, ઇમરાન શેઠ સહીતના આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending