ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bharuch-Narmada » Amod» આમોદમાં રસ્તાની બાજુમાં ગટર બનતાં રાહદારીઓને મુશ્કેલી

    આમોદમાં રસ્તાની બાજુમાં ગટર બનતાં રાહદારીઓને મુશ્કેલી

    DivyaBhaskar News Network | Last Modified - Feb 22, 2018, 02:05 AM IST

    આમોદમાં દાંડી હેરીટેઝ માર્ગની કામગીરી દરમિયાન રસ્તાની બાજુમાં બે ફૂટની ગટર બની જતાં રાહદારીઓ માટે ચાલવાનું...
    • આમોદમાં રસ્તાની બાજુમાં ગટર બનતાં રાહદારીઓને મુશ્કેલી
      આમોદમાં રસ્તાની બાજુમાં ગટર બનતાં રાહદારીઓને મુશ્કેલી
      આમોદમાં દાંડી હેરીટેઝ માર્ગની કામગીરી દરમિયાન રસ્તાની બાજુમાં બે ફૂટની ગટર બની જતાં રાહદારીઓ માટે ચાલવાનું મુશ્કેલ બની ગયું છે. પેટ્રોલપંપથી એપીએમસી સુધીના માર્ગ પર સમસ્યા વિકટ બનતાં ગણેશ નગર અને રોયલપાર્કના રહીશોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

      આમોદમાં હાલ દાંડી હેરિટેજ યોજના અંતર્ગત માર્ગને પહોળો કરાઇ રહયો છે. રોજના 5,000થી વાહનો અવર જવર વાળા માર્ગ પર પેટ્રોલ પંપથી એપીએમસી સુધીના વિસ્તારમાં ગટર રસ્તાથી આશરે બે ફુટ ઉંચી બની છે. તેના કારણે રાહદારીઓને ચાલવા માટેની જગ્યા બચી નથી.

      રસ્તા ઉપર પડેલ માટીના ઢગલાના કારણે માર્ગ સાંકડો બની ગયો છે. વાહનોની સતત અવરજવરને કારણે અકસ્માતનો ભય સેવાઇ રહયો છે. રાહદારીઓને પડતી આ મુશ્કેલીને ઇજારદાર ઘ્યાનમાં લેતા નથી.

      ખાસ કરીને શાળામાં જતા નાના ભૂલકાઓની હાલત કફોડી બની છે.ગણેશનગર તથા રોયલપાર્ક સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહયો છે.

      આમોદમાં દાંડી હેરીટેઝ માર્ગની કામગીરી દરમિયાન રોડની બાજુમાં ગટર બનાવી દેવામાં આવતાં રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહયાં છે.તસવીર : મુકેશ જાદવ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bharuch-Narmada Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આમોદમાં રસ્તાની બાજુમાં ગટર બનતાં રાહદારીઓને મુશ્કેલી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `