Home » Gujarat » Bharuch-Narmada » Amod » આમોદમાં બીએસએનએલના ધાંધિયાથી ગ્રાહકો પરેશાન

આમોદમાં બીએસએનએલના ધાંધિયાથી ગ્રાહકો પરેશાન

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 02:00 AM

2 દિવસથી લેન્ડલાઇન-મોબાઇલ ફોનની સેવા બગડી પોસ્ટ, બેંક અને સરકારી કચેરીઓની કામગીરીને અસર

  • આમોદમાં બીએસએનએલના ધાંધિયાથી ગ્રાહકો પરેશાન
    આમોદમાં બી.એસ.એન.એલ ઘાંઘીયા થી ગ્રાહકો પરેશાન થઇ ગયાં છે. બે દિવસથી લેન્ડલાઇન ફોન તથા મોબાઇલ મુંગા મંતર બની જતા ગ્રાહકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહયો છે. બેંક, પોસ્ટઓફિસ તેમજ સરકારી કચેરીમાં કામગીરી પર અસર પડતાં લોકોને ધકકા ખાવા પડી રહયાં છે.

    આમોદ નગરમાં એક સપ્તાહમાં બીજી વખત નેટવર્ક ખોટકાતા ઇન્ટરનેટ તથા ફોન સેવાઓ પર અસર પડી છે. બેન્કો,સરકારી કચેરીઓ તથા અન્ય ઓનલાઇન કામગીરી અટકી જતાં લોકોને ધકકા ખાવા પડી રહયાં છે..શુ ખરેખર આ નેટવર્ક ની ખામી ના કારણે સર્જાતી સમસ્યા છે કે કોઇ ખાનગી કંપની ના લાભ માટે કોઈ કર્મચારીની મિલીભગત છે કે શું તેવુ લોકો માં ચર્ચાઇ રહયું છે. આ સમસ્યાથી કંટાળીને બીએસએનએલના અધિકારીઓ વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવે તેમ બીએસએનએલના ગ્રાહકો દ્વારા માંગણી કરવામાં આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending