તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લતાજીને 2001માં ભારત રત્ન, હવે ‘ડોટર ઓફ ધ નેશન’ પુરસ્કાર મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વરકિન્નરી લતા મંગેશકરનો આજે 91મો જન્મ દિવસ છે. ફિલ્મ સંગીતમાં 70 વર્ષના અભૂતપૂર્વ યોગદાન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 સપ્ટેમ્બરે ટિ્વટ કરી તેમને ‘ડોટર ઓફ ધ નેશન’નો ખિતાબ આપવાની જાહેરાત કરી હતી. ઇન્દોરમાં જન્મેલાં લતાજીએ ગાવાની શરૂઆત 1940માં કરી હતી. ત્યારે તેઓ માત્ર 13 વર્ષનાં હતાં. 1943માં મરાઠી ફિલ્મ ‘ગજાભાઉ’માં તેમણે હિન્દી ગીત ‘માતા એક સપૂત કી દુનિયા બદલ દે’ ગાયું હતું. આ તેમનું પ્રથમ ગીત છે. 2001માં તેમને ‘ભારત રત્ન’ અને 1989માં ‘દાદા સાહેબ ફાળકે’ પુરસ્કાર પણ અર્પણ કરાયા હતા. લતા મંગેશકર સાથે વિશેષ વાતચીતના સંપાદિત અંશ અહીં રજૂ છે...

અન્ય સમાચારો પણ છે...