તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશાેદ કાેર્ટે ચાેરીના આરાેપી ફેસબુક ભાઇના 2 દિવસ રીમાન્ડ મંજૂર કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતના વરાછાનાે રહેવાસી આરાેપી મયુર ઉર્ફે વિવેક જીવરાજભાઇ મુલાની ફેસબુક આધારે કેશાેદની મહિલા મિતાબેનને પહેલા મિત્ર અને પછી બહેન બનાવી બહેનના ઘરે મહેમાન બની ઘરના તમામ સભ્યાેને વિશ્વાસમાં લઇ અને 10 દિવસ બાદ બહેનના જ ઘર આંગણે પાર્ક કરેલી 3 લાખની 11 એબી 8374 નંબરની સ્વીફ્ટ માેટરકાર સહિત, 1,10,000 રાેકડા, 13 તાેેેલા સાેનું મળી કુલ 7,52,240 ની ચાેરી કરી પલાયન થયાે હતાે આ અંગે મહિલાના પતિ મનીષભાઇ કાનજીભાઇ ચનિયારાએ પાેલીસમાં ફરીયાદ કરતાં જ પાેલીસે ગણતરીની કલાકાેમાં આ સખ્શને માેબાઇલ લાેકેશન આધારે માેરબીના ધુળકાેટ ગામેથી પકડી પાડી ચાેરી થયેલી તમામ ચીજવસ્તુનાે કબ્જાે મેળવી તપાસ કરતાં માત્ર રાેકડ રકમમાંથી 30 હજાર આેછા જણાયા હતાં બાકીની તમામ ચીજવસ્તુઓ આરાેપી પાસેથી મળી આવી હતી. પાેલીસને વધુ પુછપરછની જરૂર હાેય તેથી રીમાન્ડની માંગણી સાથે કાેર્ટમાં રજૂ કરતાં 2 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતાં. આમ સાેશિયલ મીડિયા ફેસબુકમાં મહિલાનાેે ભાઇ બની બહેનના ઘરે જ માેટી ચાેરીને અંજામ આપતા આવા બનાવટી સબંધાેના કિસ્સાએ શહેરભરમાં ચર્ચા જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...