તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેરળ: વાયનાડમાં રાહુલના હોવાથી 3 રાજ્યની 30 બેઠક સુધી સીધી અસર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમિતકુમાર નિરંજન, વાયનાડ (કેરળ)થી

કેરળની તમામ 20 બેઠક પર 23 એપ્રિલે મતદાન

આમ તો કેરળની રાજનીતિનું કેન્દ્ર ત્રિવેન્દ્રમ છે પણ રાહુલ ગાંધીના કારણે વાયનાડ ચર્ચામાં છે. વાયનાડમાં ‘કેરલા ભૂષણમ’ અખબારના બ્યૂરો ચીફ શિબુ સીવી કહે છે કે વાયનાડમાં રાહુલના આવવાની અસર દોઢસો કિ.મી.ના દાયરામાં પડશે. વાયનાડ તમિલનાડુ અને કર્ણાટકની બોર્ડર પર છે. એટલે કે એક લોકસભા બેઠકથી રાહુલની પહોંચ દક્ષિણ ભારતની 30 બેઠક સુધી રહેશે. આદિવાસીઓ રાહુલને ‘ગાર્ડિયન’ તરીકે જોઇ રહ્યા છે. રાજકીય હત્યાઓનો મુદ્દો જરૂર ઊઠી રહ્યો છે. સૌથી વધુ સંઘર્ષ ડાબેરીઓ અને સંઘ વચ્ચે જ છે. આ લડાઇ ખૂબ હિંસક છે. વાયનાડથી બે ચૂંટણીથી કોંગ્રેસના એમ. આઇ. શનવાસ જીતી રહ્યા હતા. તેમના અવસાન પછીથી બેઠક ખાલી પડેલી છે. રાહુલ સામે એલડીએફએ પી. પી. સુનરી (સીપીઆઇ) અને એનડીએએ તુષાર વેલ્લાપલ્લી (બીડીજેએસ)ને ઉતાર્યા છે. અહીં મુસ્લિમ લીગની પણ સારી પકડ છે. અહીં 40% મુસ્લિમ, 40% ખ્રિસ્તી, 10% હિન્દુ (ઓબીસી) અને 10% અન્ય જ્ઞાતિઓ છે. એડવોકેટ અભિલાષ ડિવોર્સના કેસોના એક્સપર્ટ લૉયર છે. રાજકારણના સવાલ અંગે કહે છે- રાહુલ મહિલાઓમાં વધુ લોકપ્રિય છે. તેમનું અહીં આવવું કોંગ્રેસના વોટ વધારશે.

હવે વાત કરીએ પાટનગરની. ત્રિવેન્દ્રમમાં કોંગ્રેસે શશિ થરુરને ટિકિટ આપી છે. એલડીએફએ સીપીઆઇના વરિષ્ઠ નેતા સી. દીવાકરનને ટિકિટ આપી છે. ભાજપ કેડર નબળી છે પણ સબરીમાલાના કારણે ભાજપની મજબૂત દાવેદારી પણ છે. આ હિન્દુઓની બહુમતીવાળો વિસ્તાર છે. સબરીમાલાના મુદ્દાની અસર પથનામથિટ્ટા બેઠક બાદ સૌથી વધુ અહીં જ હશે. કાસરગોડ બેઠક 8 ચૂંટણીથી સીપીએમ પાસે જ છે. રાહુલ ફેક્ટર અને રાજકીય હત્યાઓના કારણે ડાબેરીઓના આ ગઢમાં યુડીએફ જોરદાર ટક્કર આપી શકે છે. અહીં એલડીએફએ કે. પી. સતીશચંદ્રન અને યુડીએફએ રાજમોહન ઉન્નીથનને મેદાનમાં ઉતાર્યા છે. કન્નુર બેઠક પરથી મુખ્યમંત્રી પિનારાઇ વિજયન ચૂંટણી લડી રહ્યા છે. અહીં સીપીએમ અને કોંગ્રેસ વચ્ચે બરાબરની ટક્કર છે. 2014માં સીપીએમનાં પી. કે. શ્રીમતિ 6566 મતથી જીત્યાં હતાં. એલડીએફ અને યુડીએફે ગઇ વખતના ઉમેદવારો પર ફરી ભરોસો મૂક્યો છે. વડાકરા સીપીએમનો ગઢ હતું. હવે ત્યાં કોંગ્રેસનો દબદબો છે. બે ચૂંટણીથી કોંગ્રેસના મુલ્લાપ્પલ્લી રામચંદ્રન જીતી રહ્યા છે. આ વખતે યુડીએફએ મુરલીધરન (કોંગ્રેસ)ને જ્યારે એલડીએફએ પી. જયરાજન (સીપીએમ)ને ટિકિટ આપી છે. જયરાજન સામે હત્યાઓના ગંભીર આરોપ છે. કોઝીકોડમાં બે વખતથી કોંગ્રેસ જીતી રહી છે. કોંગ્રેસે એમ. કે. રાઘવનને ટિકિટ આપી છે. એક સ્ટિંગમાં હોટલ ખોલવાના બદલામાં 5 કરોડ રૂ. માગવા બદલ રાઘવનનું નામ સામે આવ્યું હતું.

મલાપુરમ અને પોન્નાની મુસ્લિમ લીગના ગઢ છે. અહીં મુસ્લિમ વસતી 55થી 70% સુધી છે. બે વખતથી મુસ્લિમ લીગ જીતી રહી છે. મલાપુરમમાં એલડીએફમાંથી વી. પી. સાનુ (સીપીએમ) અને એનડીએમાંથી ઉન્ની કૃષ્ણન મેદાનમાં છે. મુસ્લિમ લીગે પી. કે. કુલ્હલીકુટ્ટીને ટિકિટ આપી છે. પલક્કડ તમિલનાડુ બોર્ડર પર આવેલું છે. આ બેઠક સીપીએમનો ગઢ છે. અહીં એલડીએફએ સાંસદ એમ. બી. રાજેશને ઉતાર્યા છે. યુડીએફમાંથી વી. કે. શ્રીકંદન (કોંગ્રેસ) અને એનડીએએ સી. કૃષ્ણાકુમાર (ભાજપ)ને ઉતાર્યા છે. ત્રિશૂરમાં યુડીએફ અને એલડીએફ વચ્ચે ખરાખરીનો મુકાબલો છે. ભાજપને ગઇ વખતે સવા લાખ મત મળ્યા હતા. ભાજપે લોકપ્રિય મલયાલી અભિનેતા સુરેશ ગોપીને ટિકિટ આપી છે.

ચલાકુડીમાં ગઇ વખતે મલયાલી અભિનેતા ઇનોસેન્ટ વીટી જીત્યા હતા. એલડીએફના સમર્થનથી આ વખતે ફરી મેદાનમાં છે.

એર્નાકુમલ કોંગ્રેસની પરંપરાગત સીટ રહી છે. અલાથુર સીટ પર આ વખતે બધાની નજર છે. કારણ છે કોંગ્રેસનાં ઉમેદવાર રામ્યા હરિદાસ. રામ્યા, રાહુલ ગાંધીના ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામની ટોપર છે. જો તે જીતશે તો રાજ્યની બીજી દલિત મહિલા સાંસદ બનશે. અગાઉ ભાર્ગવી થનાકપ્પન અડુર સીટથી સાંસદ રહી ચૂક્યાં છે. ઈડુકી દેશનો પ્રથમ જિલ્લો છે જ્યાં ડિજિટલ ઇન્ડિયા હેઠળ સૌથી ઝડપી બ્રોડબેન્ડ સેવા શરૂ થઈ હતી. આ એલડીએફનો ગઢ છે. એલડીએફએ જોયસ જ્યોર્જને ટિકિટ આપી છે. ગત વખતે પણ આ સીટ પરથી સાંસદ બન્યા હતા. જોકે યુડીએફ તરફથી કોંગ્રેસના દીન કુરિયાકોસને ટિકિટ અપાઇ છે. કોટ્ટયમમાં યુડીએફએ કેરળ કોંગ્રેસ(એમ)ના થોમસ ચેજીકદનને ઉતાર્યા છે, એલડીએફએ વી.એન. વસવન ને અલાપુર્રા કોંગ્રેસનો ગઢ છે. કે.સી.વેણુગોપાલ બે વાર સાંસદ બન્યા છે. આ વખતે કોંગ્રેસે નિમોલ ઉસ્માનને મેદાને ઉતાર્યા છે. કેરળમાં યુડીએફએ જે બે મહિલાને મેદાને ઉતારી છે કોંગ્રેસની નિમોલ ઉસ્માન તેમાંથી એક છે. માવલિક્કરા કોંગ્રેસની પરંપરાગત સીટ રહી છે. ફક્ત 2004 સિવાય 1989થી કોંગ્રેસ અહીં જીતતી રહી છે. અહીં સબરીમાલા મુદ્દાની અસર દેખાય છે. પૂરનો ગુસ્સો સૌથી મોટો છે.

પથનામથિટ્ટા(સબરીમાલા) ચર્ચામાં છે. સબરીમાલા અહીં મુદ્દો જરૂર છે પણ ચૂંટણીમાં તેની અસર દેખાશે કે નહીં તેમાં શંકા છે. અહીં ખ્રિસ્તી સમુદાય પ્રભાવશાળી છે. કોંગ્રેસના એન્ટો એન્ટની બે વાર જીતી ચૂક્યા છે, ફરીથી મેદાને છે. એનડીએ તરફથી ભાજપના ઉમેદવાર સુરેન્દ્રનને ટિકિટ આપી છે. સુરેન્દ્રન સબરીમાલા આંદોલનમાં પકડાઇ ચૂક્યા છે. એવામાં તેમના માટે સહાનુભૂતિ દેખાય છે. હવે વાત કરીએ કોલ્લમની. એ શહેર જ્યાં મહિલાઓની સંખ્યા પુરુષોના પ્રમાણમાં વધારે છે. અહીં ગત વખતે યુડીએફ ગઠબંધનથી રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી(આરએસપી)ના એન.કે. પ્રેમચંદ્રન જીત્યા હતા. આ વખતે તેમને ફરીથી મેદાને ઉતાર્યા છે. એલડીએફએ કે.એન.બાલાગોપાલને ટિકિટ આપી છે. અટિંગલ એ સીટ છે જ્યાંથી ઘણાં મલયાલી કલાકાર આવે છે. ભારત, ગોપી, પ્રેમ નજીક જેવા એક્ટર આ ક્ષેત્રના જ વતની છે. આ સીપીઆઈનો પરંપરાગત ગઢ છે.

21,855 કિ.મી.નો કુલ પ્રવાસ 533 બેઠકો

4 દિશાઓ 10 રિપોર્ટર 45 દિવસ, રોજ રિપોર્ટ

સૌથી અસરકારક ફેક્ટર કયાં રહેશે?
મુદ્દા જે અસર કરશે : ખેડૂત અહીં પણ સરકારથી ખુશ નથી. નારિયેળ, રબર, અને કોફીના યોગ્ય ભાવ ન મળવા મોટો મુદ્દા છે. કેરળ પૂરમાંથી બહાર આવ્યું છે. સંપૂર્ણ મદદ ન પહોંચાડવાનો આરોપ કેન્દ્ર સરકાર પર લાગ્યો છે. સબરીમાલાનો મુદ્દો વધારે મોટો નથી. એકાદ સીટ પર અસર કરશે. એરસ્ટ્રાઈકની અહીં ચર્ચા નથી.

કેરળમાં ત્રણ ગઠબંધન છે, તેમના માધ્યમથી 17 પક્ષ મેદાને
પ્રથમ લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ(એલડીએફ) કુલ 8 પક્ષ : તેમાં સીપીઆઈ, સીપીએમ, મણિ કોંગ્રેસ, કેરળ કોંગ્રેસ(બી), ઈન્ડિયન નેશનલ લીગ, ડેમોક્રેટિક કેરળ કોંગ્રેસ અને લોકતાંત્રિક જનતા દળ સામેલ છે.

બીજું યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ(યુડીએફ) કુલ 6 પક્ષ : તેમાં કોંગ્રેસ, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, કેરળ કોંગ્રેસ(એમ), કેરળ કોંગ્રેસ(જેકબ), રિવોલ્યુશનરી સોશિયલ પાર્ટી અને ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક સામેલ છે.

ત્રીજું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) કુલ 3 પક્ષ : ભાજપ, ધર્મ જનસેના, કેરળ કોંગ્રેસ(પી.સી.થોમસ) છે.

જાતીય સમીકરણ : મુસ્લિમ સીધી રીતે કોંગ્રેસ, ખ્રિસ્તીઓ પણ યુડીએફ અને ઓબીસી-દલિત વર્ગના લોકો એલડીએફ સાથે જોડાયેલા મનાય છે. કેરળમાં સામાન્ય રીતે વોટ પાર્ટીના અાધારે પડે છે પણ ધર્મના આધારે ત્રિવેન્દ્રમ અને પથનામથિટ્ટામાં સીધી રીતે વોટ વિભાજિત થતા દેખાઈ રહ્યાં છે.

સબરીમાલાનો મુદ્દો બે સીટ પર અસર કરશે. પહેલી પથનામથિટ્ટા, બીજી ત્રિવેન્દ્રમ.

ભાજપની આશા : સબરીમાલાના કારણે પહેલી વાર લોકસભામાં ખાતું ખોલી શકે છે

ફોટો : સંદીપ નાગ

2014ની સ્થિતિ
પક્ષ સીટ

કોંગ્રેસ 8

સીપીએમ 5

IUML 2

આરએસપી 1

અન્ય 4
અન્ય સમાચારો પણ છે...