તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શામળાજીમાં કાલથી કાર્તિકી પૂર્ણિમાનો ભવ્ય મેળો ભરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શામળાજીમાં ભરાતો પરંપરાગત કાર્તકી પૂર્ણિમાનો મેળો આગામી સોમવાર અને મંગળવારે ભરાશે.ચૌદસ અને પૂર્ણિમા એમ બે દિવસ ભરાનાર આ મેળામાં લાખ્ખોની સંખ્યામાં ગુજરાત તેમજ રાજસ્થાનમાંથી ભક્તો શામળાજી ખાતે ઉમટશે અને મેશ્વો ડેમની તળેટીમાં આવેલા પવિત્ર નાગધરા કુંડમાં સ્નાન કરી ભગવાન શામળિયાના દર્શન કરી પોતાની માનતાઓ પૂરી કરશે.હજારો ભક્તો ચૌદશની રાત્રે અને પૂર્ણીમાની વહેલી સવારે મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં પવિત્ર સ્નાન કરશે. સામાન્યતઃ આ લોકોના મતે આ નાગધરા કુંડમાં સ્નાન કરવાથી ભૂત પ્રેત વળગાડ જેવી આસુરી શક્તિઓ ઉપરાંત અસાધ્ય રોગો માંથી મુક્તિ મળતી હોવાનું તેઓ માની રહ્યા છે.આ મેળામાં વિસ્તારના આદુ રતાળુ તેમજ શેરડીનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...