તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાબુસ બિન સૈદ પિતાને સત્તા પરથી હટાવી સુલતાન બન્યા હતા, પિતાએ પિસ્તોલ તાણી, પરંતુ ગોળી તેમના પગમાં જ વાગી હતી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓમાનમાં 43 ટકા પ્રવાસીઓ, તેમાં 4.5 લાખ ભારતીય મૂળના છે

એજન્સી. મસ્કત
ઓમાનના સુલતાન કાબુસ બિન સૈદનું શુક્રવારે અવસાન થઇ ગયું. 79 વર્ષના કાબુસ આરબ વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા સુલતાન રહ્યા. તેઓ ગત મહિને જ બેલ્જિયમથી કેન્સરની સારવાર કરાવી પરત ફર્યા હતા. તેમણે લગ્ન નહતા કર્યા. 1970 પહેલાં ઓમાન પર કાબુસ બિન સૈદના પિતા સુલતાન સઇદ બિન તૈમૂરનું શાસન હતું. તેઓ વય વધવાની સાથે બીમાર અને માનસિક રીતે નબળા પડી ગયા હતા. છતાં ગાદી છોડવા તૈયાર નહતા. ઓમાન તે વખતે બહુ પછાત હતું. સુલતાન કાબુસે 1970માં બ્રિટનના સમર્થનથી પોતાના પિતાને સત્તા પરથી ઊથલાવ્યા અને પોતે ઓમાનના સુલતાન બની ગયા હતા. બ્રિટને કાબુસ બિન સૈદના ઉત્તરાધિકારનું સમર્થન કર્યું અને સુલતાન બિન તૈમૂરને સત્તા છોડવા કહ્યું. આ વાતથી તેઓ એટલા ઉશ્કેરાઇ ગયા કે પોતાની પિસ્તોલ કાઢી લીધી. કહેવાય છે કે પિસ્તોલ કાઢતી વખતે ભૂલમાં ગોળી ચાલી ગઇ જે કાબુસના પિતાના પગમાં વાગી હતી. જેથી મોટો ઘા થઇ ગયો. તેઓ સારવાર કરાવવા માટે લંડન જતા રહ્યા અને બે વર્ષ બાદ જ તેમનું અવસાન થઇ ગયું. કવરમાં ઉત્તરાધિકારીનું નામ લખ્યું હતું, પિતરાઇ ભાઇ હેથણ સૈદ નવા સુલતાન બન્યા: ઓમાનના બંધારણ મુજબ શાહી પરિવાર પાસે નવો શાસક ચૂંટવા માટે ત્રણ દિવસનો સમય હોય છે. જો નક્કી ન થઇ શકે તો પરિવારના નામે લખેલા પત્રમાં સુલતાન માટે પસંદ કરાયેલ વ્યક્તિને નવો સુલતાન બનાવી દેવાય છે. કાબુસે બંધ કવરમાં પોતાના અનુગામી અંગે હેથમ બિન સૈદનું નામ લખ્યું હતું.

પિતાએ ઓમાનમાં રેડિયો, સનગ્લાસિસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો
કાબુસ બિન સૈદ જ્યારે સુલતાન બન્યા ત્યારે ઓમાન બહુ પાછાત દેશ હતો. સમગ્ર દેશમાં માત્ર 10 કિમીના પાકા રોડ હતા અને માત્ર 3 સ્કૂલ હતી. તેમના પિતા બહુ રુઢીચુસ્ત હતા. તેમણે રેડિયો સાંભળવા અને સન ગ્લાસિસ પહેરવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. કોણ લગ્ન કરશે? અને કોણ અભ્યાસ કરશે? અને કોણ દેશ છોડીને જશે? તેનો નિર્ણય પણ તેઓ જ કરતા હતા. બ્રિટનમાં ભણેલા કાબુસ બિન સૈદે સત્તા સંભાળ્યા બાદ ઓમાનને આધુનિક બનાવ્યું. તેમણે દેશના ઓઇલ અને ગેસ ભંડારથી કમાણી કરી અને ઓમાનની કાયપલટ કરી નાંખી. આજે ઓમાનમાં 62,240 કિમી પાકા રોડ અને 1500થી વધુ સરકારી સ્કૂલો છે.

કાબુસ બિન સૈદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો