તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેએનયુમાં મારપીટ, દીપિકાનું સમર્થન... 1 કરોડ લોકોએ રિએક્ટ કર્યું, 7 દિવસમાં 25 લાખ ટિ્વટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

એક સપ્તાહથી દેશની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ચર્ચામાં છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં 5 જાન્યુઆરીએ સાંજે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સાથે બુકાનીધારીઓએ મારપીટ કરી. લોહિયાળ તસવીરો આવવા લાગી. જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઇશી ઘોષ પણ ઘાયલોમાં સામેલ હતી. વિદ્યાર્થીઓના સમર્થનમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ જેએનયુ પહોંચી હતી. આ ઘટનાક્રમની સાથે જ આખું અઠવાડિયુ ચોંકાવનારું રહ્યું. પહેલાં મારપીટ પછી ઘાયલ વિદ્યાર્થીઓ સામે જ એફઆઇઆર. સમગ્ર મામલે પોલીસે ત્રણ એફઆઇઆર નોંધી છે. એક અજાણ્યા લોકો સામે, અન્ય બે આઇશી સહિત 20 લોકો સામે છે. ભાસ્કરે સંપૂર્ણ મામલાની તપાસ કરી. જેએનયુથી લઇ સોશિયલ મીડિયા સુધી... જાણ્યું કે કોના સમર્થનમાં લોકો શું કહે છે? 7 દિવસથી જેએનયુ સોશિયલ મીડિયા પર છવાઈ રહી. જેએનયુમાં મારપીટ, દીપિકાના સમર્થન સાથે સંબંધિત 25 લાખ ટિ્વટ 7 દિવસમાં કરાઇ. શટડાઉન જેએનયુ, સ્ટેન્ડ વિથ જેએનયુ, બોયકોટ છપાક જેવાં હૈશટેગ સોશિયલ મીડિયામાં છવાયેલાં છે. સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાયેલું દેખાયું. એક જૂથ જેએનયુના વિદ્યાર્થીઓ સાથે છે તો બીજો વર્ગ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવેલી દીપિકાનો વિરોધ કરી રહ્યો છે. 10 લાખથી વધુ વખત આ હૈશટેગ પર લાઇક, કોમેન્ટ કરવામાં આવી. ભાસ્કરે આ મુદ્દે આઇશી ઘોષ સાથે પણ વાતચીત કરી. આઇશીનો આરોપ છે કે જે લોકોએ મારપીટ કરી, તેમને એફઆઇઆરમાં અજાણ્યા ગણાવ્યા છે. જ્યારે મારપીટનો શિકાર થયેલાની સામે જ એફઆઇઆર નોંધવામાં આવી છે. જ્યારે યુનિવર્સિટીના વીસી એન. જગદીશકુમારે કહ્યું કે આઇશીએ અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને સર્વર રૂમમાં તોડફોડ કરી હતી જેથી યુનિવર્સિટીના સીસીટીવી ફૂટેજ નષ્ટ કરી શકાય.

આવો જાણીએ જેએનયુમાં શું થયું? કેવી રીતે થયું? અને આ ઘટનાક્રમ દેશ-વિદેશમાં કેવી રીતે ટ્રેન્ડ થઇ રહ્યો છે.

જેએનયુમાં શું થયું? કેમ થયું? કેવી રીતે થયું?
JNU સ્ટુડન્ટ્સ યુનિ. અધ્યક્ષ | આઇશી ઘોષના આરોપ
મેં જે ખોટું કર્યું તેના પુરાવા આપો
5 જાન્યુઆરીની હિંસા અજાણ્યા લોકો વિરુદ્ધ છે જ્યારે મારી સામે તંત્રએ જે એફઆઇઆર નોંધાવી છે તેમાં જણાવાયું છે કે મેં સર્વર રૂમમાં તોડફોડ કરી, વાયર્સ ખેંચી કાઢ્યા, કાપી નાખ્યા.

1. એફઆઇઆર કેમ ન થઇ?

- મેં પણ ફરિયાદ આપી હતી પણ એફઆઇઆર દાખલ ન કરાઇ. મને માર મારનારા કોણ હતા તે હું નથી જાણતી પણ મારી સામે આવે તો હું તેમને જરૂર ઓળખી લઇશ.

2. 3 તારીખની ઘટના અંગે પાંચમીએ એફઆઇઆર?

- 5 જાન્યુઆરીએ સાંજે 7.40 વાગ્યે હું ટ્રોમા સેન્ટરમાં હતી ત્યારે અચાનક રજિસ્ટ્રારને કેવી રીતે યાદ આવ્યું કે 3 જાન્યુઆરીની સર્વર રૂમની ઘટનાને આની સાથે જોડી દો અને પોલીસે 8.05 કલાકે એફઆઇઆર પણ નોંધી લીધી.

3. સર્વર રૂમમાં એબીવીપીના કાર્યકરો ઘૂસ્યા

- મારી પાસે વીડિયો ક્લિપ છે, જેમાં સર્વર રૂમમાં તોડફોડ કરાઇ તેમાં એબીવીપીના કાર્યકરો અંદર ઘૂસતા દેખાઇ રહ્યા છે.

4. મારઝૂડ થવા છતાં પોલીસ કેમ ન આવી?

100 મીટરના દાયરામાં કોઇ પણ ધરણા પ્રદર્શન ન થવા જોઇએ એવો દિલ્હી હાઇકોર્ટનો આદેશ છે. પેરિયાર હોસ્ટેલમાં મારઝૂડ થઇ, તંત્ર ક્યાં હતું? પોલીસ કેમ ન બોલાવી?

5. સંઘ સાથે જોડાયેલા લોકોએ ફટકાર્યા

જેએનયુ કાઉન્સિલર સાથે મારઝૂડ થઇ ત્યારે એબીવીપીનો શિવમ ત્યાં શું કરતો હતો? એક સ્ટુડન્ટને RSS સાથે જોડાયેલા પ્રોફેસરે માર્યો.

વિવાદ સંબંધિત એ બધું જે તમે જાણવા માગો છો...
સર્વર ડાઉનથી તોડફોડ સુધી
3 જાન્યુઆરી | સર્વર રૂમમાં ઝઘડો
બપોરે 3 વાગ્યે ડાબેરીઓ સાથે જોડાયેલા 4 સંગઠનના કાર્યકરોએ સર્વર રૂમમાં સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરી. સર્વર ડાઉન કરી દીધું. જેએનયુએ ફરિયાદ નોંધાવી.

4 જાન્યુઆરી | એફઆઇઆર દાખલ
સરાવરના સમયે સર્વર રૂમમાં ફરી ઘૂસવાનો પ્રયાસ. સિક્યુરિટી ગાર્ડ્સે વિદ્યાર્થીઓને રોકી લીધા. બપોરે વિદ્યાર્થીઓ સર્વર રૂમમાં ઘૂસ્યા અને તોડફોડ કરી.

જેએનયુએ એફઆઇઆર નોંધાવી.

5 જાન્યુઆરી | રજિસ્ટ્રેશનનો વિરોધ
સવારે સાડા 11 વાગ્યે સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સની બહાર વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન માટે બેઠા હતા. આ દરમિયાન ડાબેરી સમર્થક વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા અને ઝઘડો શરૂ થઇ ગયો. બપોરે 3:45 વાગ્યે ડાબેરી સમર્થક વિદ્યાર્થીઓએ પેરિયાર હોસ્ટેલ પર હુમલો કર્યો. જેએનયુ સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ આઇશી ઘોષની ઓળખ આ હુમલાખોરોમાં કરાઇ છે.

5 જાન્યુઆરી | બુકાનીધારીઓનો હુમલો
બુકાની બાંધીને આવેલા અમુક લોકોએ સાંજે 5 વાગ્યા પછી સાબરમતી ટી પોઇન્ટ પર હુમલો કરી દીધો. તેમણે હોસ્ટેલ્સમાં ઘૂસીને વિદ્યાર્થીઓને ફટકાર્યા. ખાસ કરીને સ્ટુડન્ટ યુનિયનના હોદ્દેદારોને નિશાન બનાવ્યા. સાંજે 5:30 વાગ્યા સુધીમાં પોલીસને બનાવની જાણ થઇ ચૂકી હતી પણ પોલીસને અંદર ન આવવા દેવાઇ. સાંજે 6:45 વાગ્યે જેએનયુ મેનેજમેન્ટની મંજૂરી બાદ પોલીસ કેમ્પસમાં આવી. સમગ્ર ઘટનાક્રમ મામલે 3 એફઆઇઆર નોંધાવાઇ છે. 2 એફઆઇઆર આઇશી ઘોષ સામે પણ છે. તેની સામે 4 જાન્યુઆરીએ યુનિવર્સિટીના સર્વર રૂમમાં તોડફોડ કરવાનો અને સિક્યુરિટી ગાર્ડ્સ પર હુમલાનો આરોપ છે.- ટાઇમલાઇન મીડિયા રિપોર્ટ્સ મુજબ

JNUના વીસી | એમ. જગદીશ કુમારના પ્રતિઆરોપ
પહેલી વાર ચહેરા છુપાવી વિરોધ થઇ રહ્યો છે
આ જેએનયુના ઇતિહાસની પહેલી ઘટના છે કે વિરોધ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓએ ચહેરા ઢાંકેલા હતા. મને આશ્ચર્ય છે કે જો તેઓ કોઇ સારા હેતુથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તો તેમણે તેમના ચહેરા ઢાંકવાની શું જરૂર છે?

1. સર્વર રૂમમાં હુમલો શા માટે કરાયો?

મને આ ઘટનાના તાર બે દિવસ અગાઉ કમ્યૂનિકેશન એન્ડ ઇન્ફર્મેશન સિસ્ટમ ઓફિસમાં બનેલી ઘટના સાથે જોડાયેલા જણાય છે. તે કેમ્પસનું ડેટા સેન્ટર છે. કેમ્પસમાં થતી દરેક પ્રવૃત્તિ, સ્ટાફની રજાથી માંડીને મેડિકલ સુવિધા, એડમિશનના રજિસ્ટ્રેશનથી લઇને સીસીટીવી ફુટેજ સહિત બધું અહીં લાગેલા સર્વર-નેટવર્કમાં રેકોર્ડ રહે છે. 3 તારીખે ચહેરો ઢાંકીને આવેલા 10-12 વિદ્યાર્થીએ સર્વર રૂમ (ડેટા સેન્ટર) કબજે કરી લીધો હતો.

2. સીસીટીવી રેકોર્ડનો નાશ કરવાનો પ્રયાસ

સર્વર રૂમમાં સેંકડો વાયર્સ છે, જેમને કાઢી દેવાયા. તેમને ફરી જોડવા હવે ખૂબ મુશ્કેલ છે. સીસીટીવી ડેટા આ સેન્ટર સાથે જોડાયેલો છે. ડેટા સેન્ટર તહસ-નહસ કરવા માટે જે લોકો જવાબદાર છે તેમણે જાણીજોઇને ડેટા સેન્ટરની આ હાલત કરી, જેથી ભવિષ્યમાં કોઇ ઘટના બને તો તે સીસીટીવીમાં રેકોર્ડ ન થાય.

3. ફી અંગે વિદ્યાર્થીઓ અર્થ વગરનો હોબાળો કરે છે

યુનિ.ની ટ્યૂશન ફી વાર્ષિક 300 રૂ. જ છે. હોસ્ટેલના યુટિલિટી-સર્વિસ ચાર્જની વાત કરીએ તો તે પણ પાછા ખેંચી લેવાયા છે. માત્ર રૂમ રેન્ટ માસિક 10 રૂ.થી વધારીને 300 રૂ. કરાયું છે. હજારો વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે, જેમને તેની સામે કોઇ જ વાંધો નથી.

સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સ
રિએક્ટ એટલે... લાઇક, કોમેન્ટ, શેર અને રિ-ટિ્વટ
એકલા #JNU મુદ્દે જ 10 લાખ લોકોએ લાઇક, કોમેન્ટ કર્યું
જેઅેનયુ મુદ્દે છેલ્લા 7 દિવસોમાં ઇન્ટરનેટના વિવિધ પ્લેટફોર્મ (ગૂગલ સિવાય) પર 25 લાખથી વધુ લોકોએ વાતચીત કરી. ખાસ વાત એ છે કે એકલા #JNU મુદ્દે 10 લાખ લોકોએ રિએક્ટ કર્યું. તેમાં પણ ખાસ વાત એ છે કે 7 ટકા લોકો તેના પક્ષમાં અને 53 ટકા લોકો એવા છે જેમણે કાં તો આ મુદ્દાની ટીકા કરી અથવા યુનિવર્સિટી તંત્ર, સરકાર કે તેની સાથે સંકળાયેલા લોકો પર સવાલ ઉઠાવ્યા.

સૌથી વધુ સર્ચ કરાયેલા હૈશટેગ
#JNU: 10 લાખ લોકોએ તેના પર વાત કરી. 7 ટકાએ સમર્થન કર્યું, ત્યારે 53 ટકાએ આ ઘટના અંગે કાં સરકાર અથવા વિદ્યાર્થીઓની ટીકા કરી છે.

#બોયકોટ છપાક: 6.62 લાખ લોકોએ આ અંગે વાત કરી. 8 ટકાએ તેના પક્ષમાં અને 60 ટકા લોકોએ દીપિકા શા માટે જેએનયુ ગઇ તે અંગે સવાલ કર્યો.

#શટડાઉન જેએનયુ: 1.41 લાખ લોકોએ આ મુદ્દે વાત કરી. 11 ટકાએ તેના પક્ષમાં અને 44 ટકા લોકોએ આ અંગે સરકાર પર સવાલ ઉઠાવ્યા.

અમેરિકામાં સૌથી વધુ ચર્ચા
તપાસમાં વધુ અેક વાત જોવા મળી કે ભારત બાદ સૌથી વધુ આ મુદ્દે અમેરિકામાં ચર્ચા થઇ. 10 જાન્યુઆરીએ કાઢવામાં આવેલા ડેટા મુજબ હૈશટેગ સ્ટેન્ડ વિથ જેએનયુ અંગે કુલ 1.44 લાખ લોકોએ વાત કરી. જેમાં 1,13,406 લોકો ભારતના અને 20,661 લોકો અમેરિકાના હતા. જ્યારે બોયકોટ છપાક અંગે 5,42,645 ભારતીય અને 91,271 અમેરિકનોએ વાતચીત કરી.નોંધ: આમાં ટિ્વટર, યુટ્યૂબનો ડેટા સામેલ છે. ફેસબુકનો ડેટા સામેલ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો