તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હૈદરાબાદમાં જ્વેલર ગ્રૂપનું 146 કિલો સોનું જપ્ત કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીની જાહેરાત પછી મની લોન્ડરિંગ સાથે સંકળાયેલા એક મામલે ઇડીએ હૈદરાબાદના એક જ્વેલર ગ્રૂપ અને તેના સાથીઓ પર દરોડા પાડી 145.89 કરોડ કિલો સોનાની જ્વેલરી જપ્ત કરી છે. તેની કિંમત 82. 11 કરોડ રૂપિયા છે. ઇડીએ જણાવ્યું કે મુસદ્દીલાલ જવેલર્સના હૈદરાબાદ અને વિજયવાડા ખાતેના શોરૂમ ઉપરાંત પ્રમોટર કૈલાસ ગુપ્તા, બાલાજી ગોલ્ડ નામની કંપની અને તેના

...અનુસંધાન પાના નં. 5

પાર્ટનર પવન અગ્રવાલ, બીજી કંપની આસ્થા ગોલ્ડ, તેના માલિક નીલ સુંદર થરાડ અને સીએ સંજય સારદાને ત્યાં કેટલાક દિવસોથી દરોડા પાડવામાં આવ્યા હતા. તેલંગાણા પોલીસની એફઆઇઆરના આધારે ઇડીએ આરોપીઓ સામે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. જ્યારે આવકવેરા વિભાગે નોટબંધી દરમિયાન બંધ થઇ ગયેલી બિનહિસાબી નોટો તેમના ખાતામાં જમા કરાવી હોવાની ફરિયાદ કરી હતી.

સીસીટીવી ફૂટેજમાં કોઇ ગ્રાહક દેખાયા નહીં

ગ્રૂપે દાવો કર્યો હતો કે નોટબંધીની જાહેરાત પછી 5200થી વધુ ગ્રાહકોએ તેમની ફર્મોમાંથી બે-બે લાખથી ઓછી કિંમતના ઘરેણા ખરીધ્યા હતા. જ્યારે આરોપીઓએ છેતરપિંડી કરી 8 નવેમ્બર 2016માં એડવાન્સ બુકિંગની આશરે 5200 રિસિપ્ટ તૈયાર કરી રાખી હતી. પરંતુ સીસીટીવી ફૂટેજ તપાસતા આ સમયગાળામાં કોઇ ગ્રાહક દેખાયો નહતો.

અન્ય સમાચારો પણ છે...