તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Diu
 • Div News Japan As Many As 122 Million Young People Aged 20 Are Told That Life Will Change They Will Have To Live With Discipline And Responsibility 063521

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાપાન : 20 વર્ષના થઈ ચૂકેલા 12.2 લાખ યુવાઓને જણાવાયું કે હવે જીવન બદલાઈ જશે, અનુશાસન અને જવાબદારી સાથે જીવવું પડશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોમવારનો દિવસ જાપાનમાં ઐતિહાસિક પરંપરા અને યુવાઓના નામે રહ્યો. અહીં ‘કમિંગ ઓફ એજ ડે’ મનાવાયો જેમાં 12.2 લાખથી વધુ યુવા સામેલ થયા. આ યુવાઓને જણાવાયું કે હવે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. અનુશાસન અને જવાબદારી સાથે જીવવું પડશે. જોકે તેમને લગ્ન, લોન જેવાં કામને મરજીથી કરવાની છૂટ પણ મળી ગઈ છે કેમ કે હવે આ યુવા કાયદાકીય રીતે પુખ્ત જાહેર થઈ ગયા છે.

ખરેખર જાપાનમાં દર વર્ષે જાન્યુઆરીમાં ‘કમિંગ ઓફ એજ ડે’ મનાવાય છે. અનેક સદીઓથી ચાલતી આવતી આ પરંપરા હેઠળ 20 વર્ષની વય પૂરી કરી ચૂકેલા યુવાઓને કાનૂની રૂપે પુખ્ત જાહેર કરી દેવાયા હતા. આ દિવસે રાષ્ટ્રીય રજા હોય છે અને સરકાર અનેક કાર્યક્રમ આયોજિત કરે છે. આ યુવાઓને જણાવાય છે કે આગળનું જીવન કઈ રીતે પસાર કરવું કે તમારું જીવન કેવું હશે. હવે આ લોકો પરિવારના લોકોની સંમતિ વિના લગ્ન કરવા માટે સ્વતંત્ર થશે. ક્રેડિટકાર્ડ કે લોન પણ લઈ શકશે. દારૂ પીવો, જુગાર રમવો અને બાળકોને દત્તક લેવાની પણ છૂટ હશે. જાપાનમાં તાજેતરમાં જ પુખ્ત વયની સીમા 20થી ઘટાડી 10 કરાઈ હતી પણ લાગુ 2022થી થશે. પણ તેમાં યુવાઓને અત્યંત મર્યાદિત અધિકાર મળશે. યુવાઓએ આ દિવસે જશ્ન પરિવાર અને દોસ્તો સાથે મનાવ્યો. ઓસાકામાં 100 યુવાઓએ દેશની સૌથી ઊંચી 60 માળની ઈમારતનાં 1672 પગથિયાં ચઢી છત પર પાર્ટી કરી. ટોક્યોમાં સરકારે આશરે 220 યુવાઓને ડિઝ્નીલેન્ડ ફેરવ્યું.

18થી વધુ દેશોમાં ઉજવણી થાય છે
18થી વધુ દેશોમાં અલગ અલગ સમયે આ દિવસ મનાવાય છે. તેમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પોલેન્ડ, યુકે, અમેરિકા, કોરિયા પણ સામેલ છે. અહીં પુખ્ત વય 18થી 21 ગણાય છે.

જાપાને 2018માં પુખ્ત હોવાની ઉંમર ઘટાડી હતી પણ લાગુ 2022થી થશે
સરકારે નવેમ્બર 2018માં કાયદામાં સુધારો કરી પુખ્ત હોવાની વય 20થી ઘટાડી 18 કરી દીધી હતી પણ લાગુ 2022થી થશે. 1876 પછી પહેલીવાર તેમાં ફેરફાર કરાયો છે. તે પછી 18 વર્ષના યુવા મરજીથી લગ્ન કરી શકશે. તે લોન, ક્રેડિટકાર્ડ અને પાસપોર્ટ પણ લઈ શકશે. પણ દારૂ, જુગાર અને બાળક દત્તક લેવા જેવા મુદ્દા પર રોક જારી રહેશે. તેના માટે 20 વર્ષની ઉંમર પૂરી કરવાની રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો