તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં દિવાલમાં માથું ભટકાડી પ્રૌઢાનો આપઘાત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં સાંઢીયા પુલ નજીક માધવ બાગ-1 વિસ્તારમાં માનસિક બિમારીથી પીડાતા એક પ્રૌઢાએ દિવાલ અને નીચે ટાઇલ્સમાં પોતાનું માથું ભટકાડીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બનતા પોલીસ ચોંકી ઉઠી છે. શહેરના સાયકિયાટ્રીસ્ટ ડો. સમીર મકવાણાએ જણાવ્યું હતું કે, જેવી રીતે પોતાના હાથે પોતાનું ગળુ દબાવીને આપઘાત કરવો શકય નથી એવી જ રીતે જાતે દિવાલમાં માથું ભટકાડીને મરી જવાનું લગભગ અશકય જ છે.

જામનગરમાં સાંઢીયા પુલ નજીક માધવ બાગ-1 વિસ્તારમાં કસ્તુરબેન દેવશીભાઇ કણજારીયા (ઉ.વ.55) નામના પ્રૌઢાએ ગત તા.12ના રોજ બપોરે ઘરે રૂમમાં દિવાલ અને નીચે ટાઈલ્સમાં માથુ ભટકાડતા લોહીલુહાણ હાલતમાં સાંપડયા હતા.

જેની પરીવારે જાણ કરાતા 108ની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી.જોકે,ભોગગ્રસ્ત પ્રૌઢા મૃત જણાતા હોસ્પીટલમાં ખસેડયા હતા. પોલીસે મૃતદેહને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો