તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇટાલી| 2600 મીટરની ઊંચાઇ પર માઇનસ 14 ડિગ્રીમાં આઇસ મ્યુઝિક ફેસ્ટિવલ, બરફથી બનાવવામાં આવેલા વાદ્ય વગાડવામાં આવે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાલ ડી સોલ | ઇટાલીનો આલ્પ્સ પર્વત. ઠંડીના દિવસોમાં અહીંનું તાપમાન માઇનસ 25 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જેથી અહીં રહેવું પણ મુશ્કેલ બની જાય છે પરંતુ એક બેન્ડ માટે આ સિઝન સૌથી સારું પરફોર્મન્સ આપવાની હોય છે. વાત એમ છે કે અહીં 2600 મીટરની ઊંચાઇ પર માઇનસ 14 ડિગ્રી તાપમાને ઇગ્લૂ (બરફના ઘર)માં આઇસ મ્યુઝિક ફેસ્ટિવલ શરૂ થઇ ગયો છે. તેમાં બરફના બનેલા વાદ્ય ઉપયોગમાં લેવાય છે. અહીં અંદાજે 200 લોકો માટે બેસવાની વ્યવસ્થા છે.

એક વાદ્ય બનાવતાં 5-6 દિવસ લાગે છે
બેન્ડના કલાકારો તેમની જરૂર પ્રમાણે બરફમાંથી વાયોલિન, ગિટાર, ડ્રમ સેટ, જાયલોફોન, મેન્ડોલિન, ડબલ બેઝ તથા અન્ય વાદ્યોનો સેટ બનાવે છે. એક વાદ્ય બનાવતાં 5-6 દિવસ લાગે છે. મોટા વાદ્ય બનાવવામાં મહિનો લાગી જાય છે. તે બહુ ભારે હોય છે. તેથી સંગીતકાર મ્યુઝિક શો પૂરો થયા બાદ તમામ વાદ્યોને ઇગ્લૂની દીવાલોમાં જગ્યા કરીને મૂકી દે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો