શનિવારે આખો દિવસ અને રાત્રે વરસાદ રહ્યા બાદ રવિવારે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શનિવારે આખો દિવસ અને રાત્રે વરસાદ રહ્યા બાદ રવિવારે પણ વરસાદ યથાવત્ જ રહ્યો હતો. રવિવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જે મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, તો ત્રણ ચાર જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. શનિવારે રાત્રીના 12.00 થી લઇને રવિવારે રાત્રે રાત્રીના 8.00 સુધી 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. સિઝનનો કુલ વરસાદ 64 ઈંચ પડ્યો છે. રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં 3.44, અને બેડીપરામાં 3.00 ઈંચ વરસાદ રવિવારે આવ્યો હતો. જ્યારે રૈયા ટેલિફોન એક્સચેન્જ,પરાબજાર પાસે અને ન્યૂ ગોપવંદના સોસાયટી પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ લો પ્રેશર ધીમું પડતા વરસાદનું જોર પણ નબળું પડશે. વેધર પેટર્ન ચેન્જ થવાથી આ વખતે વરસાદ લંબાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભાદર-1 ડેમના 12 દરવાજા ચાર ફૂટ, આજી-2 ડેમના ચાર ગેઈટ એક ફૂટ ખોલાયા, આજી-3ના ચાર દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા. જ્યારે ન્યારી-1માંથી 2555 ક્યુસેક પાણી છોડાયું, દરવાજા 2 ફૂટથી ખોલાતા નીચાણવાળા ગામને એલર્ટ કરાયા હતા. સોમવારે ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો વધુ પ્રભાવિત થશે.

અન્ય સમાચારો પણ છે...