તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોરેન્સિક બાદ યુવતી સાથે શું બન્યું તે સ્પષ્ટ થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોડાસાના સાયરાની યુવતીના પ્રકરણમાં સોમવારે કેન્દ્રીય મહિલા આયોગના ડો.રાજુલ દેસાઈએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. ઉપરાંત કલેકટર અને એસ.પી સાથે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતુ. મહિલા આયોગના ડો.રાજુલ દેસાઈએ જણાવ્યું કે પ્રોવિઝનલ રિપોર્ટમાં ગેંગરેપ કે હત્યાનો મામલો હોય તે સ્પષ્ટ થતું નથી. પરંતુ બે ત્રણ દિવસ બાદ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. સ્યુસાઇડ હેંગિંગથી ડેથ થયું છે તો આની પાછળ કયા પરિબળો હોઈ શકે છે. મહિલા આયોગના સભ્યએ મૃતકને શ્રદ્ધાંજલી અર્પી પરિવાર સાથે ચર્ચા કરી હતી. મહિલા આયોગે કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, એસ.પી. મયુર પાટીલ તથા પરિવારના સભ્યોને સાથે રાખીને સાયરા ગામની સીમમાં જ્યાં મૃતક યુવતીનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો હતો. તે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મોડાસાની એ યુવતીની લાશ વૃક્ષ પર લટકતી મળી આવી હતી અને પરિવારજનોએ હત્યાનો આરોપ મુકી લાશ સ્વિકારવાનો ઇન્કાર કર્યો હતો.

રિપોર્ટની રાહ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો