તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડમ બોવરીથી પ્રેરિત માયા મેમ સાબ, મનોરોગો પર બનેલી ફિલ્મો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બરેલીથી એક અહેવાલ હતો કે, દેશમાં એવા હજારો વ્યક્તિ છે જેમને પાગલપન માટે હોસ્પિટલોમાં ભરતી કરાયા હતા અને હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે, પરંતુ તેમના પરિવાર તેમને અપનાવવા નથી માંગતા. આ‌વા લોકોને વૃદ્ધાશ્રમોમાં છોડી દેવાય છે. પહેલા એવું મનાતું કે, આગ્રાની હોસ્પિટલોમાં પાગલોનો ઈલાજ થાય છે. સામાન્ય વાતચીતમાં પણ એવું કહેવાતું કે, આ માણસને આગ્રા મોકલી દો. જોકે, સત્ય એ છે કે, બરેલીમાં આ પ્રકારના ઈલાજની પૂરતી વ્યવસ્થા છે. અગાઉ પણ સમાચારો આવી ચૂક્યા છે કે, દેશમાં ડિપ્રેશનના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. તેના સામાજિક અને આર્થિક અનેક કારણો હોઈ શકે છે.

એ જમાનો ગયો જ્યારે અભિનેત્રી સાધના પર એક ગીત ફિલ્માવાયું હતું, જેનું મુખડું હતું કે, ‘ઝૂમકા ગિરા લે, બરેલી કે બાજારમેં...’. થોડા દિવસ પહેલાં જ એક ફિલ્મ આવી, ‘બરેલી કી બર્ફી’. આગ્રાના પેઠા પણ ખૂબ લોકપ્રિય છે. ક્યારેક શહેરો પણ મીઠાઈના કારણે લોકપ્રિય થઈ જાય છે. જેમ કે, દરાબા નામની મીઠાઈ ફક્ત મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં મળે છે. બુરહાનપુરમાં મોગલ મહારાણી મુમતાઝ બેગમનું મૃત્યુ થયું હતું, પરંતુ દરાબા મીઠાઈ તેના પર ભારે પડી. આ સરખામણી ફક્ત લોકપ્રિયતાની દૃષ્ટિએ કરાઈ છે. ખાકસારે તો ‘દરાબા’ નામની નવલકથા પણ લખી હતી. રાજકુમાર હિરાણીની ‘મુન્નાભાઈ’માં માનસિક બિમારીને મગજમાં થયેલો કેમિકલ લોચો કહેવાયો છે. કેટલીક ફિલ્મો ભાષા અને રૂઢિપ્રયોગો પણ આપે છે.

શારીરિક બિમારીઓ મટાડવા મેડિકલ સાયન્સે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે, પરંતુ સ્ત્રીનું માણસનું મગજ અને સ્ત્રીનું ગર્ભાશય આજેય રહસ્ય છે. ગુલઝારની વહીદા રહેમાન કેન્દ્રિત ફિલ્મ ‘ખામોશી’માં પ્રેમથી માનસિક બિમારીના દર્દીઓને સાજા કરતી નર્સ પોતે જ સંતુલન ખોઈ બેસે છે. એટલે જ પશ્ચિમી દેશોમાં મનોચિકિત્સકોએ પણ દર પાંચ વર્ષે માનસિક પરીક્ષણ કરાવવું પડે છે. થોડા સમય પહેલાં સોનાક્ષી સિંહા અભિનિત એક ફિલ્મમાં મુખ્ય પાત્રને ષડયંત્ર કરીને પાગલખાનામાં મોકલી દેવાય છે. ગુરુદત્તની ‘પ્યાસા’માં પરિવારની મદદથી નાયકને પાગલખાનામાં મોકલી દેવાય છે, જ્યાંથી તેને તેનો મિત્ર ભાગવામાં મદદ કરે છે. એ મિત્રની ભૂમિકામાં જ્હોની વૉકર હતા.

અંગ્રેજી સાહિત્યના પ્રસિદ્ધ નિબંધકાર ચાર્લ્સ લેમ્બની બહેને પાગલપણાના હુમલામાં માતા-પિતાની હત્યા કરી નાંખી હતી. અદાલતે તેને પાગલખાનામાં મોકલી હતી. આ ઘટનાના થોડા સમય પછી લેમ્બે કહ્યું હતું કે, હું મારી બહેનની જવાબદારી લઈશ. છેવટે લેમ્બને તેમની બહેન સોંપી દેવાઈ. ભાઈના પ્રેમથી બહેન સાજી થઈ ગઈ, પરંતુ તેને એકલી નહોતી છોડી શકાતી. બાદમાં લેમ્બે નોકરી છોડીને ગુજરાન ચલાવવા લખવાનું શરૂ કર્યું. આ રીતે એક સામાન્ય માણસ પ્રસિદ્ધ નિબંધકાર બની ગયો.

કેતન મહેતાએ ફ્રેંચ નવલકથા ‘મેડમ બોવરી’ પરથી પ્રેરણા લઈ ‘માયા મેમસાબ’ બનાવી, જેને બોક્સ ઓફિસ સફળતા પણ મળી. કદાચ ફ્રાંસ સરકારે પણ કેતન મહેતાને આર્થિક મદદ કરી હતી. કેતન મહેતા પૂણેની વિખ્યાત ફિલ્મ સ્કૂલમાંથી ભણ્યા હતા. તેમની ફિલ્મો ‘ભવની ભવાઈ’ અને સ્મિતા પાટિલ અભિનિત ‘મિર્ચ મસાલા’ પણ સફળ રહી હતી. કેતન મહેતા આ લેખ સાથે એ રીતે જોડાય છે કે, મેડમ બોવરીના લેખકે ક્યારેય સ્વીકાર્યું ન હતું કે, તેઓ મેડમ બોવરી નામની કોઈ સ્ત્રીને જાણતા હતા, પરંતુ કેટલાક સંશોધકોને વિશ્વાસ છે કે, મેડમ બોવરી મજબૂત મહિલા હતી. કેટલાકના મતે, એ મહિલામાં પણ કેમિકલ લોચો હતો. રાજકુમાર સંતોષીની ‘દામિની’ એક એવી મહિલાની વાત કરે છે, જેના પતિના સગાસંબંધી નોકરાણી પર બળાત્કારના આરોપીઓ છે. દામિની તેમને જેલ ભેગા કરવા માંગે છે, પરંતુ ધનાઢ્ય પરિવાર દામિનીને પાગલખાનામાં મોકલી દે છે. આ સામાજિક પહેલું ઉજાગર કરતી એક મહાન ફિલ્મ હતી.

આપણી સામાજિક વ્યવસ્થા એટલી ખરાબ છે કે, આજે માનસિક સંતુલન રાખવું અઘરું થઈ ગયું છે. અત્યારનો સૌથી મોટો પડકાર જ તમામ પ્રકારની સામાજિક-આર્થિક વિષમતાઓ વચ્ચે પોતાની જાતને પાગલ બનતા બચાવી રાખવાનો છે.

જયપ્રકાશ ચોક્સે

jpchoukse@dbcorp.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો