તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેનાલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પાણી છોડવા તજવીજ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડૂતોએ અગાઉ પાઇપ-મોટર નાંખી પાણી ખેંચ્યું હોવાના બનાવ
નહેરના પાણીથી અંદાજે 4000 ખેડૂતોને અસર થાય છે. પરંતુ પાણી યોગ્ય રીતે ખેડૂતો સુધી પહોંચવુ જરૂરી પણ છે. ચાલુ સિઝને નહેરોના નવિનીકરણ માટે 60 દિવસથી વધુ દિવસો નહેરો બંધ રાખવામાં આવી હતી. ચોમાસામાં પણ પાછોતર વરસાદ ન વરસતા અને નહેરોમાં પણ પાણી ન આવતા તાલુકાના ગામેગામ નદી, તળાવો, કોતરો સુકાઈ જતા બોર-કૂવામાં પાણીના તળ નીચે ઉતરી જતા પીવાના પાણીની સમસ્યા વધુ ઘેરી બની રહી છે.

હવે 20મી એપ્રિલે સિંચાઈ વિભાગ દ્વારા નહેરોમાં પાણી છોડવાની તજવીજ હાથ ધરાઈ છે ત્યારે લાંબા સમય બાદ નહેરોમાં પાણી આવશે ત્યારે પાણી માટે કોઈ વિવાદ ન સર્જાઈ તે માટે સિંચાઈ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે. અંબિકા સબડિવિઝનની ચીખલી કચેરી દ્વારા લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે 20મી એપ્રિલથી પાણીનું રોટેશન શરૂ થનાર હોય ખેડૂતો તથા લોકો દ્વારા રાત્રિ દરમિયાન નહેરના દરવાજા સાથે ચેડા થવાનો સંભવ છે. આ અંગે નાયબ કલેકટર ચીખલીએ પણ સૂચના આપેલી છે. જેથી પાણીનો બગાડ અટકાવવા માટે આઠ સ્થળોએ હથિયારધારી પોલીસ બંદોબસ્ત આપવા માટેની માંગણી કરવામા આવી છે ત્યારે આવનાર દિવસોમાં પાણી માટે ઘર્ષણ સર્જાઈ તો નવાઈ નહીં.

પાણીનો બગાડ ન થાય એ માટે બંદોબસ્તની વ્યવસ્થાની માંગ
બંદોબસ્તની માંગણી અંગેના પત્રની નકલ.

કાર્યપાલક ઈજનેર અંબિકા વિભાગ નવસારીને પત્ર લખી પોલીસ બંદોબસ્ત આપવા બાબતે પોલીસ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે. કોઈ અવ્યવસ્થા કે પાણીનો બગાડ ન થાય એ માટે પોલીસ બંદોબસ્તથી માંગણી કરવામાં આવી છે. એસ.એન. પટેલ, નાયબ ઈજનેર, ચીખલી સિંચાઈ પેટા વિભાગ

અન્ય સમાચારો પણ છે...