તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતરિયાળ બૂથ : 24 મતદારો સુધી પહોંચવામાં 4 દિવસ લાગી ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી | દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં સૌથી મોટું ચૂંટણીપર્વ ચાલી રહ્યું છે. તેને સફળ અને સલામત બનાવવા માટે સૌથી મોટું પોલીસદળ પણ લાગેલું છે. 11 એપ્રિલથી 19 મે સુધી 7 તબક્કામાં ચૂંટણી છે. દરેક તબક્કામાં મતદાન કરાવવા માટે 2.5 લાખ સેન્ટ્રલ ફોર્સ (સીઆરપીએફ જવાન) એક જગ્યાએથી બીજી જગ્યાએ આવન-જાવન કરી રહ્યા છે. તેમને પોલિંગ બૂથ સુધી પહોંચાડવા માટે 25 હેલિકોપ્ટર, 500 ટ્રેન, 17,500 ગાડીઓ, સેંકડોની સંખ્યામાં ઘોડા, નૌકા અને જહાજની વ્યવસ્થા કરાઈ છે. તેના પાછળ 200 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.

દેશની 543 લોકસભા બેઠકો પર 90 કરોડ મતદાર છે. તેમના માટે 10 લાખ બૂથ બનાવાયા છે, જે 33 લાખ વર્ગ કિ.મી. ક્ષેત્રમાં ફેલાયેલા છે. અહીં ચૂંટણીને સફળ બનાવવા માટે 3 વિભાગો સૌથી મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તે છે ગૃહ મંત્રાલય, ચૂંટણીપંચ અને કેન્દ્રીય અર્ધ લશ્કરીદળ. ત્રણે વિભાગ વચ્ચે દરરોજ બેઠકો થાય છે અને આગળની રણનીતિ બનાવાય છે. વિભાગોનો અસલી આશય શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે મતદાન કરાવવાનો છે.

લોકસભા ચૂંટણી ભારતીય લોકતંત્રનો તહેવાર છે. જુઓ તેમાં મતદારોને સામેલ કરવા માટે ચૂંટણી ફરજમાં કાર્યરત કર્મચારી અને જવાન ક્યાં-ક્યાં સુધી પહોંચે છે...

લુઈટ ખબાલુ (સમુદ્ર કિનારાથી 101 મીટર), જિલ્લો -લખીમપુર, અાસામ, સુબાનસિરી નદી, 25,000 મતદાર.

પિલોપાટિયા (8 મીટર), નિકોબાર, 9 મતદાર છે. પોર્ટ બ્લેરથી અહીં પહોંચવામાં પોલિંગ પાર્ટીઓને 20 ક્લાક લાગે છે.

છેપ્પે (2204 મીટર), દિબાંગ વેલી, અરુણાચલ પ્રદેશ, અહીં માત્ર 24 મતદાર છે. ત્યાં સુધી પહોંચવામાં 4 દિવસ લાગે છે.

બડા બંઘાલ (2400 મીટર), કાંગડા, હિમાચલ, અહીં 345 મતદારો સુધી પહોંચવા હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાઈ છે.

અબુજમાડ (351 મીટર), દંતેવાડા, છત્તીસગઢ, 750 મતદાર. આ બૂથ 4 કિ.મી. જંગલમાં નક્સલી વિસ્તારમાં છે.

શુન ચુમિક ગિલસા (4240 મીટર) કારગિલ, જમ્મુ-કાશ્મીર, 125 મતદાર. આ સૌથી વધુ ઊંચાઈ પર સ્થિત બૂથ છે.

અન્ય સમાચારો પણ છે...