તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સપ્ટેમ્બર સિરિઝ ડેરિવેટિવ્સ એક્સપાયરી પૂર્વે ભારતીય શેરબજારોમાં સુધારાની ઝમક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સપ્ટેમ્બર સિરિઝ ડેરિવેટિવ્સ એક્સપાયરી પૂર્વે ભારતીય શેરબજારોમાં સુધારાની ઝમક જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ 396.22 પોઇન્ટના સુધારા સાથે 38989.74 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50 133.10 પોઇન્ટ સુધરી 11573.30 પોઇન્ટ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે 11610.85 પોઇન્ટ બંધ રહ્યો હતો. આજના સુધારામાં રોકાણકારોની મૂડીમાં પણ રૂ. 1.57 લાખ કરોડનો સુધારો થયો હતો. સેન્સેક્સની આગેવાની હેઠળ મેટલ્સ, ઓટો, બેન્ક્સ, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ, રિયાલ્ટી ઉપરાંત સ્મોલ અને મિડકેપ સેગ્મેન્ટમાં પણ સુધારાની ચાલ રહી હતી.

ચીન સાથેના વ્યાપારી સોદાઓ અંગે ધાર્યા કરતાં વહેલી શરૂઆત થવાનો યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે આપેલો સંકેત વૈશ્વિક શેરબજારો માટે તેજીનું કારણ બન્યો હતો. તેની પાછળ સ્થાનિક શેરબજારોમાં પણ સેન્ટિમેન્ટ સુધર્યું હતું. અધૂરામાં પૂરું આગામી સપ્તાહે આરબીઆઇની બેઠક મળી રહી છે. જેમાં વ્યાજદરમાં ઘટાડાનો આશાવાદ સેવાય છે. દિવસ દરમિયાન 565 પોઇન્ટની રેલી નોંધાવ્યા બાદ સેન્સેક્સે છેલ્લે 1.03 ટકાનો સુધારો નોંધાવ્યો છે.

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ: બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2679 પૈકી 1273 સ્ક્રીપ્સમાં સુધારો અને 1245 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ વેલ્યૂ બાઇંગનું બન્યું હતું. સેન્સેક્સ પેકની 31 પૈકી 24 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી વેદાન્તા સૌથી વધુ 6.47 ટકા વૃદ્ધિ સાથે રૂ. 166.15 બંધ રહ્યો હતો. જ્યારે મહિન્દ્રા 6 ટકા, ઓએનજીસી 4.15 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 4.06 ટકા, તાતા સ્ટીલ 3.85 ટકા અને મારૂતિ 3.29 ટકા સુધરવા સાથે સુધારાની ચાલ આગળ વધી હતી. જોકે, રૂપિયાની ડોલર સામે મજબૂતાઇના પગલે આઇટી, ટેકનોલોજી શેર્સમાં સાધારણ નરમાઇ રહી હતી. જેમાં ઇન્ફોસિસ 1.28 ટકા, એચસીએલ ટેક. 0.86 ટકા ઘટ્યા હતા.

તહેવારોની મોસમ દરમિયાન વિવિધ સેક્ટર્સમાં માગ વધવાના આશાવાદ વચ્ચે કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર્સમાં પણ આકર્ષણ રહ્યું હતું.

મેટલ ઇન્ડેક્સ 4 ટકા ઊછળ્યો: મેટલ ઇન્ડેક્સ 378.78 પોઇન્ટ (4.20 ટકા) ઉછાળા સાથે 9394.51 પોઇન્ટ બંધ રહ્યો હતો.

ICICIનું Mcap 3 લાખ નજીક: આઇસીઆઇસીઆઇ બેન્કનું માર્કેટકેપ રૂ. 3 લાખ કરોડની સપાટી નજીક પહોંચવા સાથે શેર 4.05 ટકા સુધરી રૂ. 452.50 બંધ રહ્યો હતો. બેન્કનું માર્કેટકેપ વધી રૂ. 2.92 લાખ કરોડ થયું છે. જે રૂ. 3 લાખ કરોડથી હવે રૂ. 7800 કરોડ જ છેટું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...