તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડતાલમાં ભક્તોએ હરિના ચરણમાં બે કિલો સોનું અર્પણ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામિનારાયણના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલખાતે છેલ્લા અઠવાડિયાથી ઉજવાતા વચનામૃત દ્ધિશતાબ્દી મહોત્સવનો મંગળવારે છેલ્લો દિવસ હતો, ત્યારે હરિભક્તોનો મહેરામણ ઉમટ્યો હતો. મંગળવારે વચનામૃતનો અંતિમ દિવસ અને દેવદિવળીના ઉત્સવનો સમન્વય હતો. જેના કારણે પણ હરિભક્તોની સંખ્યા વધુ હતી. ચરોતર ઉપરાંત દૂરદૂરથી વડતાલમાં આવેલા હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણના દર્શનનો લ્હાવો લઇ કૃતજ્ઞ બન્યા હતા. આ પ્રસંગે સંતો-મહંતોએ સૌને આશીર્વચના પાઠવ્યા હતા. મંગળવારે આખો દિવસ મંદિર પરિસર અને ગામના માર્ગો હરિભક્તોની અવરજવરથી ભરચક રહ્યા હતા. સમગ્ર મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.

મહોત્સવમાં સુવર્ણતુલા યોજાઈ
વડતાલ ધામમાં ચાલી રહેલા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિની પૂર્વસંધ્યાએ વચનામૃત સુવર્ણતુલા યોજાઇ હતી. આ સુવર્ણતુલામાં પુરૂષ અને મહિલા હરિભક્તોએ પોતાના દાગીના અર્પણ કર્યાં હતાં. આ સુવર્ણતુલામાં હરિભક્તોએ 2 કિલો સોનું અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. વડતાલ ધામમાં સોમવારે વચનામૃત મહોત્સવની પૂર્વ સંધ્યાએ વચનામૃત સુવર્ણતુલા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સદગુરૂ સંતોની નિશ્રામાં યોજાઇ હતી. જેમાં સ્ત્રી - પુરૂષ હરિભક્તોએ વચનામૃત સુવર્ણતુલામાં પોતાના દાગીના જેવા કે સોનાની ચેન, વીંટી, લકી, કાનની બુટી, અછોડા તથા બંગડી સહિત વિવિધ આભુષણો ભગવાનને અર્પણ કર્યાં હતાં. આ સુવર્ણનો વડતાલમાં બનનારા મ્યુઝિયમમાં ઉપયોગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...