તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા વર્ષમાં IPOની વણજાર રોકાણકારોને કમાણી કરાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વુ વર્ષ પ્રાઈમરી માર્કેટ માટે ઘણી આશાઓ લઈ આવ્યુ છે. મોટી-મોટી કંપનીઓએ 2020-21 સુધી આઈપીઓ યોજવાની જાહેરાતો કરી છે. મુહુર્તના સોદાથી માંડી અત્યારસુધી સેન્સેક્સ રોજ નવુ ટોપ લેવલ બનાવી રહ્યો છે. સેકેન્ડરી માર્કેટમાં આવેલી તેજી તેમજ ચાલુ કેલેન્ડર વર્ષમાં આઈપીઓના પોઝિટિવ પર્ફોર્મન્સને પગલે પ્રાઈમરી માર્કેટને નવી ઉર્જા મળી છે. ઓવરઓલ માર્કેટ-ઈકોનોમી ટ્રેન્ડ જોતાં આગામી સમયમાં વધુને વધુ કંપનીઓ આઈપીઓ યોજશે. તેમાંય ફન્ડામેન્ટલી મજબૂત કંપનીઓના આઈપીઓ રોકાણકારોને સારી એવી કમાણી કરાવી આપશે. જેના માટે રોકાણકારોએ અમુક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. આજની યુવા પેઢીમાં સહન શક્તિ, ધીરજની ઉણપ જોવા મળી રહી હોવાનુ એક સર્વેમાં જણાવ્યુ છે. ચટ મંગની પટ બ્યાહ જેવા વલણને લીધે ઘણીવખત રોવાનો વારો આવે છે. શેર માર્કેટમાં 80 ટકા રોકાણકારો મહિનામાં અમીર થઈ જવાના દિવા સ્વપ્ન જોતાં આડેધડ રોકાણ કરી નાખે છે. અંતે રોકાણના મહિના-દીમાં રિટર્ન ન મળે તો અધીરા થઈ ફંડ પાછુ ખેંચે છે. એ જ સ્ક્રિપ્સ વર્ષે કે બે વર્ષે 10 થી 15 ટકા રિટર્ન આપતી થાય તો શેરમાર્કેટને વગોવે છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં ઓગસ્ટ સુધી 41 લાખ નવા રોકાણકારોનો ઉમેરો થયો હોવાનુ સીડીએસએલ અને એનએસડીએલના રિપોર્ટમાં જણાવ્યુ છે. તેમાંય 60 ટકા રોકાણકારો યુવા છે. નવા વર્ષમાં રોકાણકારોએ એક જ સંકલ્પ કરવો જોઈએ કે, માર્કેટમાં હંમેશા ધીરજ અને જોખમ સહન કરવાની શક્તિ સાથે જ ઝંપાલાવીશુ.

bijal121994@gmail.com

પ્રાઈમરી ઝોન


ચાલુ કેલેન્ડર વર્ષમાં ઓગસ્ટ સુધી 41 લાખ નવા રોકાણકારોનો ઉમેરો થયો
જાણીતી નહીં, પણ ફંડામેન્ટલી મજબૂત કંપનીના આઈપીઓમાં રોકાણ કરો

લિસ્ટિંગ બાદ પણ સ્ક્રિપ્સના ફંડામેન્ટલ્સ ચકાસી પોર્ટફોલિયોમાં ફેરફાર કરો

શોર્ટ ટર્મને બદલે લોંગટર્મ વ્યુ અપનાવો, સતત નેગેટીવ રિટર્ન મળે તો ઓછા નુકસાને રોકાણ પાછુ ખેંચો

વેલ્થ ક્રિએશનના હેતુ સાથે રોકાણ કરો

હંમેશા ધીરજ અને સહન કરવાની શક્તિ કેળવો

સીએસબીનો 500 કરોડનો આઈપીઓ ટૂંકસમયમાં
કેરળની ખાનગી સેક્ટરની બેન્ક કેથોલિક સિરિયન બેન્ક નવેમ્બરના અંત સુધી આઈપીઓ યોજી શકે છે. જેની ઈશ્યૂ સાઈઝ રૂ.500 કરોડ રહેવાની શક્યતા છે. સીએસબી, ઈરડા, શ્યામ સ્ટીલે આઈપીઓ માટે મંજૂરી મેળવી લીધી છે. જે ડિસેમ્બર સુધીમાં યોજાઈ શકે છે. 1000 કરોડનુ ફંડ એકત્ર કરવાની યોજના સાથે બર્ગર કિંગે સેબી સમક્ષ આઈપીઓ ડ્રાફ્ટ ફાઈલ કર્યો છે. જે 2014થી કાર્યરત સૌથી ઝડપથી વિકસતી રેસ્ટોરન્ટ ચેઈન છે. 2018માં 600 કરોડના આઈપીઓ માટે મંજૂરી મેળવી હતી. પરંતુ અમુક કારણોસર આઈપીઓ યોજી શકી નહીં. યુટીઆઈ એએમસીએ અંદાજિત 2600 કરોડના આઈપીઓ માટે મર્ચન્ટ બેન્કર આઈસીઆઈસીઆઈ અને સિટી ગ્રુપની નિમણૂકની જાહેરાતો સાથે જ ગ્રે માર્કેટમાં યુટીઆઈનો ભાવ વધી ગયો છે. જે એપ્રિલ સુધી આઈપીઓ યોજી શકે.

30 હજાર કરોડના IPOઓ પાઈપલાઈનમાં
એસબીઆઈ કાર્ડ્સ, સીએસબી બેન્ક, ઈરડા, બજાજ એનર્જી, યુટીઆઈ એએમસી, એચડીબી ફાઈનાન્સિયલ, ઈક્વિટાસ સ્મોલ ફાઈ. બેન્ક, ઉજ્જીવન સ્મોલ ફાઈ. બેન્ક

અરામ્કો IPOનું કાઉન્ટડાઉન શરૂ, વૈશ્વિક સ્તરે પોઝિટિવ ટ્રેન્ડ
સાઉદી અરબની ઓઈલ એન્ડ ગેસ કંપની અરામ્કોનો 1.5 લાખ કરોડ ડોલરનો આઈપીઓ રવિવારથી શરૂ થયો છે. જેનુ લિસ્ટિંગ ડિસેમ્બરમાં થશે. કંપની અંદાજે 40 અબજ ડોલર એકત્રિત કરી વિશ્વનો સૌથી મોટો આઈપીઓ યોજનારી કંપનીનુ બિરૂદ મેળવશે. અરામ્કોનો આઈપીઓ ભારત માટે પણ અતિ મહત્વનો છે. કંપની મહારાષ્ટ્રમાં પેટ્રોલિયમ રિફાઈનરીમાં 44 અબજ ડોલર અને રિલાયન્સના રિફાઈનિંગ એન્ડ પેટ્રોકેમિકલ બિઝનેસમાં 15 અબજ ડોલરનુ રોકાણ કરવાની જાહેરાત કરી છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનમાં રસ દાખવે તેવી શક્યતાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. તદુપરાંત ચીનની ઈ-કોમર્સ જાયન્ટ અલીબાબા હોંગકોંગ ખાતે લિસ્ટિંગ કરાવવા 1.5 અબજ ડોલરનો આઈપીઓ યોજશે. વી વર્ક પણ આગામી વર્ષે આઈપીઓ યોજી શકે છે.

અન્ય સમાચારો પણ છે...