તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માધવપુરના મેળા દરમિયાન ઉજવાતા શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગના ઈતિહાસમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધવપુરના મેળા દરમિયાન ઉજવાતા શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગના ઈતિહાસમાં એવું કહેવાય છે કે સદીઓ પહેલા વિદર્ભ દેશના રાજા ભિષ્મકના 5 સંતાનો પૈકીની કુંવરી રૂક્ષ્મણીના વિવાહ રાજા ભિષ્મકે શીશુપાલ સાથે નક્કી કર્યા હતા. પરંતુ રૂક્ષ્મણીજી પોતાના મનથી ભગવાન શ્રીકૃષ્ણને જ પતિ તરીકે ઈચ્છતા હતા. જેથી તેમણે પરણવા માટે શીશુપાલ જ્યારે જાન લઈને આવ્યા અને વિવાહની વિધીને બે દિવસ બાકી હતા ત્યારે પોતાના કુળગોર બ્રાહ્મણને બોલાવી દ્વારિકા શ્રીકૃષ્ણને પત્ની તરીકે સ્વીકાર કરવા વિનંતી મોકલી હતી. જો આપ માનતા હો કે અંત:પુરમાંથી હરણ કેમ કરવું ? તો આપને જણાવું છું કે અમારા કુળમાં લગ્નના આગલા દિવસે કુળદેવીની યાત્રા થાય છે અને નવવધુ બનનારી કન્યાને પાર્વતીજીના મંદિરે પૂજન-દર્શન માટે લઈ જવામાં આવે છે.

જ્યાંથી આપ મારૂં હરણ કરી લેજો. આવો સંદેશો મળતાની સાથે જ દ્વારકાધીશ શ્રીકૃષ્ણએ રૂક્ષ્મણીજીના વિવાહના દિવસે માતા પાર્વતીના મંદિરેથી રૂક્ષ્મણીજીનું હરણ કર્યું અને જે કોઈ રાજાએ ભગવાનને અટકાવવાની કોશીષ કરી તેઓને પરાજીત કરી ભાગતા-ભાગતા શ્રીકૃષ્ણ માધવપુર આવી પહોંચ્યા હતા અને અહીં રૂક્ષ્મણીજી સાથે લગ્ન કર્યા હતા. જે પ્રસંગની યાદ સ્વરૂપ અહીં દર વર્ષે ભગવાનના લગ્નની ઉજવણી કરાય છે.

અન્ય સમાચારો પણ છે...