તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીલો અપાયા બાદ આઠ માસમાં 5 કરોડ જ આવ્યા, કુલ આકારણીના 73.90 % વેરા બાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ નગરપાલિકાએ વર્ષ 2019-20 માં મિલકત વેરો, સફાઇ વેરો, શિક્ષણ ઉપકર, પાણી વેરો અને દિવાબત્તી વેરા પેટે રૂ. 22 કરોડ 38 લાખ 30 હજાર 783 ના બીલો આપ્યા હતા. પરંતુ 8 માસ બાદ ફક્ત રૂ. 5 કરોડ 20 લાખ 339 નો વેરો ભરાયો છે.

આથી નવેમ્બર-2019 સુધીમાં બાકી નિકળતા રૂ. 17 કરોડ 18 લાખ 30 હજાર 444 ની વસુલાત માટે પાલિકાએ 3600 લોકોને નોટીસ ઇસ્યુ કરી છે. અને વેરો ન ભરનારની મિલ્કત જપ્તી સહિતની કાર્યવાહી માટે તાકીદ પણ કરાઇ છે.

આ અંગેની વિગતો આપતાં વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર જતીન મહેતાએ જણાવ્યું હતું કે, બાકી વેરામાં સૌથી વધુ રકમ મિલ્કત વેરાની છે. રૂ. 10 કરોડ 90 લાખ 48 હજાર 738 નો વેરો મિલ્કત ધારકોએ ભરવાનો બાકી છે. જ્યારે ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ રકમ શિક્ષણ ઉપકરની બાકી છે. જે રૂ. 2 કરોડ 29 લાખ 83 હજાર 420 થવા જાય છે. આ સિવાય સફાઇ વેરાના રૂ. 1 કરોડ 20 લાખ 47 હજાર 750, પાણી વેરાના 1 કરોડ 75 લાખ 92 હજાર 289 અને દિવાબત્તી કરના રૂ. 1 કરોડ 1 લાખ 58 હજાર 250 બાકી છે. આ રકમમાંથી અત્યારે તો વેરાવળ પાલિકાના કર્મચારીઓનો પગાર અને લાઇટ બીલ નિકળે છે. હાલ પાલિકાએ દરેક વોર્ડમાં ફરીને વેરો ઉઘરાવવા 5 ટીમો બનાવી છે. જો કે , ગત વર્ષ કરતા વેરા વસૂલાતની ટકાવારી વધી પણ છે.

લેણદારો પાસે ક્યો વેરો કેટલા ટકા બાકી
મિલ્કત વેરો - 78.44 ટકા

સફાઇ વેરો - 69.68 ટકા

શિક્ષણ ઉપકર - 86.32 ટકા

પાણી વેરો - 68.84 ટકા

દિવાબત્તી કર - 66.24 ટકા

મેઇન્ટેનન્સની ગ્રાન્ટ ન મળે |રાજ્ય સરકાર સ્થાનિક તંત્રને રસ્તો, ગટર અને પીવાના પાણીનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની ગ્રાન્ટ આપી શકે. પણ તેનો નિભાવ તો વેરામાંથી થતી આવકમાંથી જ કરવો પડે.

અન્ય સમાચારો પણ છે...