તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિકારની શોધમાં મધરાતે સરંભડામાં સિંહનાં આંટાફેરા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીર કાંઠાના અમરેલી જીલ્લાના ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવી ઘટનાઓ અવાર નવાર બની રહી છે. રેવન્યુ વિસ્તારમાં સાવજોની વસતી વધી રહી છે. જેના કારણે શિકાર અને પાણીની શોધ તેને ગામડામાં ખેંચી લાવે છે. જો કે સાવજો દિવસના સમયે કોઇ ગામમાં ઘુસતા નથી. રાત્રીના સમયે જ ગામડાઓમાં ઘુસે છે. આવી એક વધુ ઘટના ગઇરાત્રે ચલાલા પાસેનાં સરંભડા ગામમાં બની હતી. જ્યાં રાત્રીના સમયે એક સાવજ ગામની ગલીઓમાં ઘુસી ગયો હતો. સાવજે શિકારની શોધમાં ગામની ગલીઓમાં આટા માર્યા હતાં અને બાદમાં ફરી સીમની વાટ પકડી હતી. વાતની જાણ થતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો