Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રબારીકા રાઉન્ડમાં વનકર્મીઓ દ્વારા જંગલમાં કામગીરીને લઈ વિવાદમાં સપડાતા
રબારીકા રાઉન્ડમાં વનકર્મીઓ દ્વારા જંગલમાં કામગીરીને લઈ વિવાદમાં સપડાતા હતાફ પરંતુ આ વખતે વનકર્મી દ્વારા રબારીકા ગામના એક ખેડૂતને ધમકી આપીને તેમના ખેતરના શેઢામાં ગોઠવવામાં આવેલ પથ્થરની દીવાલમાંથી દાદાગીરી કરી પથ્થર લઈ લીધા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
ખાંભા તાલુકાના રબારીકા ગામના ખેડૂત જયસુખભાઈ ઝવેરભાઈ સેજલિયા તેમના મોટાભાઈ ગંગદાસભાઈની ખેતીની જમીન વાવેતર કરે છે. ત્યારે હાલમાં જ તેમને ખેતરની બાજુમાં આવેલ નેહરામાં વનવિભાગ દ્વારા કોઝવેનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે આ કોઝવે નજીક જ ગંગદાસભાઇનુ ખેતર આવેલ છે જે જયસુખભાઈ વાવેતર કરે છે અને ચોમાસાના પાણી ખેતરમા ઘુસી ન જાય અને ખેતરના પાળા શેઢા ધોવાણ ન થાય તે માટે પથ્થરની દીવાલ કરેલી છે. ત્યારે વનવિભાગના રબારીકા રાઉન્ડના વનકર્મી ઝણકાર દ્વારા કોઝવેના કામ કરતા મજૂરોની મદદ વડે જયસુખભાઈના શેઢાના પથ્થર ઉપાડી લઈ લીધા મજૂરોને જયસુખભાઈ દ્વારા ના પાડવામાં આવતા મજૂરોએ ઝણકાર સાહેબે લેવાના કહ્યું છે ત્યારે તેમની સાથે મજૂરના મોબાઈલમાં વાતચીત કરતા કહ્યું કોને પૂછીને પથ્થર લીધા ? અને આ પથ્થર લઈ લો ત્યારે ચોમાસા દરમિયાન વરસાદના પગલે અમારા ખેતરનું ધોવાણ થાય છે. અને અમારી માલિકીના છે એટલે લેવા નથી. ત્યારે વનકર્મી દ્વારા પથ્થર લેવામાં આવશે તારે જે થાય તે કરી લે અને જયસુખભાઈને ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી. ત્યારે આ ઘટના અંગે જયસુખભાઈ દ્વારા ખાંભા પોલીસમાં લેખિતમા ફરિયાદ કરાઇ હતી.