દીવનાં ઘોઘલામાં રાત્રીનાં સમયે દીપડાનાં આંટા ફેરા, લોકોમાં ભય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દીવનાં ઘોઘલા બસસ્ટેન્ડ વિસ્તારમાં રાત્રીનાં સમયે દીપડો આવી ચઢતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

દીવનાં ઘોઘલા બસ સ્ટેન્ડ વિસ્તારમાં બુધવાર રાત્રીનાં ત્રણ વાગ્યે દીપડો આવી ચઢયો હતો. જે આ વિસ્તારનાં લોકોએ જોતા જવાબદાર તંત્રને જાણ કરાઇ હતી. જેથી અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતાં. બાદમાં જશાધાર રેન્જમાં જાણ કરતા સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો. આ વિસ્તારમાંથી આ દીપડાને પાંજરે પુરી અન્યત્ર ખસેડવામાં આવે તેવી માંગ પણ લોકોએ કરી હતી. રાત્રીનાં સમયે આવેલા દીપડાનો વિડીયો પણ વાયરલ થયો હતો.

પાંજરૂ મુકાયું

આ બનાવને લઇ વન વિભાગનો સ્ટાફ દીવ આવી પહોંચ્યો હતો અને વિડીયોગ્રાફીનાં આધારે દીપડાની શોધખોળ હાથ ધરી હતી. જોકે કોઇ જગ્યાએ નજરે ન પડતાં આ દીપડાને કેદ કરવા પાંજરૂ મુકાયું હતું. આમ દીપડો રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગયો છે. જેથી લોકોમાં પણ ભય ફેલાયો છે.} જીતુ દિવેચા
અન્ય સમાચારો પણ છે...