તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત દંતેવાડા જિલ્લામાં લોકસભા ચૂંટણીના મતદાનથી બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત દંતેવાડા જિલ્લામાં લોકસભા ચૂંટણીના મતદાનથી બે દિવસ પહેલાં નક્સલોએ આઈઈડી બ્લાસ્ટ કરીને ભાજપ ધારાસભ્યની કારને નિશાન બનાવી હતી. આ હુમલામાં ભાજપ નેતા ભીમા મંડાવીનું મોત થયું હતું અને ચાર સુરક્ષાકર્મી પણ શહીદ થયા હતા.

બસ્તરમાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય ભીમા મંડાવી ચૂંટણીપ્રચારના છેલ્લા દિવસે બચેલીમાં સભા કરીને શ્યામગિરીના રસ્તે નકુલનાર પાછા ફરી રહ્યા હતા. નકુલનારથી ત્રણ કિ.મી. દૂર બપોરે ચાર વાગ્યે નક્સલોએ હુમલો કર્યો હતો. આ શક્તિશાળી વિસ્ફોટમાં બુલેટપ્રૂફ સ્કોર્પિયો કારના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા અને ઘટના સ્થળે સાત ફૂટ ઊંડો ખાડો પણ પડી ગયો હતો. આ વિસ્ફોટ પછી નક્સલોએ ફાયરિંગ પણ કર્યું હતું. ...અનુસંધાન પાના નં. 7આ ઘટના પછી મોટા પાયે સુરક્ષાદળોને રવાના કરાયા હતા.

દંતેવાડા બસ્તર લોકસભા વિસ્તારમાં આવે છે. અહીં પહેલા તબક્કામાં 11મી એપ્રિલે મતદાન થવાનું છે. ભાજપ તરફથી ધર્મલાલ કૌશિકે ચૂંટણીપંચ સમક્ષ મતદાન રદ કરવાની માગ કરી છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ચૂંટણી પ્રવાસ રદ કરીને સીએમ હાઉસમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. તેમાં ડીજીપી અને ડીજી (નક્સલ) પણ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...