તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરવાળામાં ઉતાવળી નદીના પુલ ઉપરથી કાર નીચે ખાબકી, સદ્નસીબે અમદાવાદના મુસાફરોનો આબાદ બચાવ થયો...

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બરવાળા વલભીપુર હાઇવે ઉપર બરવાળા ગામ પાસેથી પસાર થતી ઉતાવળી નદી ઉપર છેલ્લા 10 માસથી ગોકળગતીએ પુલનું કામ ચાલી રહ્યુ છે. ત્યારે 23મી ફેબ્રુઆરીની રાત્રે 10.30 વાગ્યાની આસપાસ ધંધુકા તરફથી વલ્લભીપુર બાજુ જઈ રહેલી કાર નવા બની રહેલા પુલ ઉપર ચડી જતા કાર ગુલાંટ મારી નદીમાં ખાબકી હતી. સદનસીબે કારમાં સવાર લોકોને નાની-મોટી ઇજાઓ થઇ હતી. રોડ પર રેડિયમ સાઇન બોર્ડ ન હોવાથી આ ઘટના બની હતી. આથી આજુબાજુના દુકાનદારો તેમજ સ્થાનિકો બચાવ કામગીરીમાં જોડાયા હતા. બરવાળા પોલીસના જણાવ્યા મુજબ ઇજાગ્રસ્ત લોકો અમદાવાદથી પાલિતાણા ખાતે દર્શન કરવા જઇ રહ્યા હતા. બરવાળાના આગેવાન બળવંતસિંહ ગોહિલે કોન્ટ્રાકટરને સેફ્ટી બોર્ડ,ડાયવર્ઝન તેમજ રેડીયમ બોર્ડ લગાવવા બાબતે વાંરવાર રજુઆતો કરી હતી. છતાં કોઇ કાર્યવાહી ન કરાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે અ.મ.ઇ. રાણપુરાન લાલજીભાઈ સોલંકીએ જણાવ્યું કે, બરવાળા ઉતાવળી નદી ઉપર બની રહેલા પુલના કામની સમયમર્યાદા પુરી થઇ ગઈ છે. છતાં હજુ સુધી આ પુલનુ કામ ચાલુ છે.તસવીર-કેતનસિંહ પરમાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો