તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક જ દિવસમાં ચર્ચના રિનોવેશન માટે રૂ. 2,300 કરોડ ભેગા થઈ ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ તાજ વિશે કહેવાય છે કે ઈસુએ આ પહેર્યો હતો. તેને કેથેડ્રલની ગુફામાં મુકાયો હતો. અહીં આવનારા લોકો તે જોઈ નથી શકતા. નેપોલિયને તેને સોના અને કાચથી બનેલા બોક્સમાં મુકાવ્યો હતો. આ તાજને 13મી સદીમાં જેરુસલેમથી લવાયો હતો.

15 કલાક સુધી આગમાં લપેટાયું ઐતિહાસિક કેથેડ્રલ
કેથેડ્રલમાં લાગેલી આગને 15 કલાક પછી કાબૂમાં લઈ શકાઈ હતી. આ આગ બુઝાવવા 500થી વધુ ફાયર ફાઈટર કામે લાગ્યાં હતાં. ફાયર અધિકારીઓનું કહેવું છે કે આ ચર્ચનો મૂળ ઢાંચો અને બે ટાવર સલામત છે.

યૂ-ટ્યૂબે આ ઘટનાને ભૂલથી 9/11 સાથે જોડી
ખોટા સમાચારો સામે લડવા બનાવેલા એક યુ-ટ્યૂબ ફીચરે આ ઘટનાને ભૂલથી 9/11 આતંકી હુમલા સાથે જોડી દીધી હતી. લાઈવસ્ટ્રીમ દરમિયાન આ આગની પૃષ્ટભૂમિ 9/11 બતાવાઈ હતી.

ફ્લાઈંગ વોટર ટેન્કનો ઉપયોગ થયો હોત તો ચર્ચ ધરાશાયી થઈ જાત: આગ બુઝાવવા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ફ્લાઈંગ વોટર ટેન્કનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું, પરંતુ ફ્રેન્ચ અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે જો એવું કર્યું હોત તો પાણીના ફોર્સથી ચર્ચ ધરાશાયી થઈ ગયું હોત!

ફ્રેન્ચ બિઝનેસમેન રિનોવેશન માટે 1,500 કરોડ આપશે
આ કેથેડ્રલના રિનોવેશન માટે ફ્રાન્સના બિઝનેસમેન અરનોલ્ટ એલવીએમએચએ રૂ. 1,500 કરોડ આપવાનું કહ્યું છે, જ્યારે હોલિવૂડ અભિનેત્રી સલમા હાયેકના પતિ ફ્રાન્સિસ પિનોલ્ટ પણ રૂ. 786 કરોડ આપશે.

અન્ય સમાચારો પણ છે...