તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 વર્ષમાં 638 મંદિર લૂંટાયા, 3.31 કરોડની મતા ગઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર એક તરફ સલામત ગુજરાતનો દાવો કરી રહી છે ત્યારે ઇશ્વરનું ઘર એવા મંદિરો જ સલામત રહ્યાં નથી. 5 વર્ષમાં રાજ્યમાં 638 મંદિરમાં લૂંટ, ધાડ અને ચોરીની ઘટના બની છે જેમાં 64.84 લાખની રોકડ અને 2.66 કરોડના મુદ્દામાલ મળી 3.31 કરોડની ચોરી થઇ હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. છેલ્લા 5 વર્ષમાં 614 મંદિરમાં ચોરી, 13 માં લૂંટ અને 11 માં ધાડના બનાવ બન્યા હોવાની માહિતી સરકારે એક પ્રશ્નના જવાબમાં રજૂ કરી હતી. આવા ગુના અટકાવવા શું પગલાં લીધા તેવા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે દિવસ તથા રાત્રિ દરમિયાન સ્પોટ નક્કી કરી પેટ્રોલિંગ કરાય છે તેમજ અગાઉ આવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ઉપર વોચ રાખવામાં આવે છે અને જરૂર જણાયે આવી જગ્યાઓ ઉપર પોલીસ-હોમગાર્ડના ફિક્સ પોઇન્ટ પણ મૂકવામાં આવે છે. તેમ છતાં છેલ્લા પાંચ વર્ષમાં મંદિરોમાં થયેલી લૂંટને હળવાસથી નહીં લેવા અને આવા બનાવો અટકાવવા સરકાર પોલીસ પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો