તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુશ અને સ્વસ્થ રહેવું હોય તો સોશિયલ મીડિયાથી દૂર રહો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બર્લિન | સામાન્ય રીતે લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કલાકોના કલાકો વીતાવતા હોય છે. તેનાથી તેમનો સમય તો વેડફાય છે, સાથોસાથ બીમાર પડવાનું કે ચિંતાતુર થવાનું જોખમ પણ વધી જાય છે. ‘કમ્પ્યૂટર ઇન હ્યુમન બિહેવિયર’ નામની જર્નલમાં છપાયેલા રિસર્ચના તારણો મુજબ, જો તમે ખુશ અને સ્વસ્થ રહેવા ઇચ્છતા હોવ તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સથી દૂર જ રહો. ખુશ રહેવા દિવસમાં માત્ર 25 મિનિટ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો. સંશોધકોએ દિવસમાં સરેરાશ એક કલાકથી વધુ સમય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા 286 લોકો પર રિસર્ચ કર્યું. ત્રણ મહિના સુધી ચાલેલા આ રિસર્ચથી માલૂમ પડ્યું કે જેમણે સોશિયલ મીડિયાનો 25 મિનિટથી પણ ઓછો ઉપયોગ કર્યો હતો તેઓ ખુશ જણાયા. તેમની જીવનશૈલીમાં સુધારો થયો. તેમણે પરિવારને પૂરતો સમય આપ્યો. સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘટાડ્યા બાદ લોકો પહેલા કરતા વધુ સક્રિય જણાયા. તેમણે અગાઉની તુલનાએ સિગારેટ પીવાનું પણ ઓછું કરી દીધું અને તેઓ પહેલા કરતા વધુ સંતુષ્ટ જણાયા. આ એક સંકેત છે કે આપણે સોશિયલ મીડિયાથી સલામત અંતર જાળવવાની
જરૂર છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો