તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Diu
 • Div News If You Remove Article 370 In Kashmir Why Are There Unrest In The State Prostitution Is Appropriate In The Name Of Congress Jihad Bjp 062644

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશ્મીરમાં કલમ 370 હટાવો છો તો રાજ્યમાં અશાંતધારો શા માટે?: કોંગ્રેસલવ જેહાદના નામે વેશ્યાવૃત્તિનો કારસો છે, માટે અશાંતધારો યોગ્ય : ભાજપ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજ્યમાં અશાંત ધારો દૂર કરવાની માગણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં ખાનગી બિલ રજૂ કર્યું હતું. ખેડાવાલાએ મુદ્દો ઉઠાવ્યો હતો કે ભાજપ સરકાર કાશ્મીરમાં 370ની કલમ દૂર કરીને અન્ય લોકોને પણ મિલકત ખરીદવાની મંજૂરી આપી છે તો ગુજરાતમાં અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલી પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે. બીજીતરફ ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે કહ્યું હતું કે, આસપાસમાં રહેતા હિન્દુ મુસ્લિમ પરિવારોમાં લવ જેહાદના નામે લગ્ન થયા બાદ યુવતીઓ રીતસર પ્રોસ્ટીટ્યૂશનમાં ધકેલાઇ જતી હોવાના સંખ્યાબંધ કિસ્સા નોંધાયા છે. જેથી અશાંત ધારો યોગ્ય છે.

મહેસૂલમંત્રી કૌશિક પટેલે જવાબ આપતા કહ્યું હતું કે રાજ્યમાં 1991થી આ કાયદો અમલમાં છે અને તે વખતના કોંગ્રેસના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ કાયદો અમલી બનાવ્યો હતો. પણ તે વખતે તેનો યોગ્ય અમલ થયો ન હતો. હવે અમારી સરકારે આ કાયદાનો સખ્તાઇથી અમલ કર્યો છે. સુલેહ-શાંતિ અને ભાઇચારો જળવાઇ રહે તે હેતુથી અશાંત ધારાનો વ્યાપ વધારાયો છે. રાજ્યમાં આવા વિસ્તારોમાં મિલકત તબદીલીની 89 હજાર અરજીઓ કલેક્ટરોને મળી છે જેમાંથી 82 હજારનો નિકાલ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રજૂ કરેલું પ્રાઇવેટ બિલ પરત નહીં ખેંચતા આખરે ભાજપે બહુમતીના આધારે આ બિલ રદ કર્યું હતું.

ગલીઓમાં બકરાનું લોહી જોઇને અરેરાટી ફેલાય છે

ભાજપના દુષ્યંત પટેલે કહ્યું, એક જ વિસ્તારમાં બે ધર્મના લોકો રહેતા હોય છે ત્યારે બકરાની કતલ થવાને કારણે દિવસો સુધી ગલીઓમાં અને ગટરોમાં લોહી વહેતું રહે છે. દોઢસો કિલો હાડકા- ચામડા ટ્રકમાં ભરીને લઇ જવાય છે. એ વિસ્તારના બાળકો- મહિલાઓમાં કેટલી અરેરાટી ફેલાતી હશે તે વિચારવું જોઇએ.

પ્રમુખ સ્વામીએ દીક્ષા લીધી ત્યાં મુસ્લિમને મકાન ન દીધું

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે, બીએપીએસમાંથી મને કહેવડાવ્યું કે, પ્રમુખ સ્વામીએ જયાં દીક્ષા લીધી હતી તે શાહપુરની આંબલીવાળી પોળમાં મુસ્લિમોએ બે મકાન લીધા. મેં આ સોદો કેન્સલ કરાવ્યો. અમારા વિસ્તારમાં શાંતિ જળવાય તેવા પ્રયાસ અમે કરીએ છીએ,અશાંત ધારો વધારે પડતું છે.

અશાંતધારાથી શાંતિ હોવાનો સરકારનો દાવો પોકળ

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, ગુજરાતમાં કોમી તોફાનો થતા નથી અને શાંતિનો ભાજપ દાવો કરે છે. ખરેખર કોમી તોફાનો બંધ થઇ ગયા હોય તો નવા વિસ્તારો કેમ અશાંત જાહેર કરાયા? ચાલુ વર્ષે અમદાવાદના વધુ વિસ્તારો ડિસ્ટર્બ એરિયા જાહેર થતાં સરકારનો દાવો પોકળ પુરવાર થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો