તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2-3 અઠવાડિયાંમાં સ્થિતિ નહીં સુધરે તો આઈપીએલ રદ થવાની શક્યતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

{ પંજાબના કો-ઓનર નેસવાડિયાએ કહ્યું- લોકોનુંસ્વાસ્થ્ય અમારી પ્રાથમિક્તા

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ શનિવારે મુંબઈમાં થઈ. જેમાં કોરોનાના કારણે ટૂર્નામેન્ટના ભવિષ્ય અંગે ચર્ચા કરવામાં આવી. પરંતુ હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. હજુ 2-3 અઠવાડિયા રાહ જોવાશે અને સ્થિતિ સુધરી તો નવા શેડ્યૂલ અંગે ચર્ચા કરાશે નહિંતર ટૂર્નામેન્ટ રદ કરાય તેવી શક્યતા છે. ટૂર્નામેન્ટ 29 માર્ચથી શરૂ થવાની હતી પરંતુ હવે તેને 15 એપ્રિલ સુધી પોસ્ટપોન કરાઈ છે. 90 મિનિટ સુધી ચાલેલી મીટિંગમાં અધ્યક્ષ ગાંગુલી, સેક્રેટરી જય શાહ સહિત વિવિધ ટીમોને પ્રતિનિધિ સામેલ થયા. કિંગ્સ ઈલેવન પંજાબના કો-ઓનર નેસ વાડિયાએ મીટિંગ બાદ જણાવ્યું કે,‘લોકોનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે. જો સ્થિતિ ના સુધરે તો ટૂર્નામેન્ટ રદ કરવા મુદ્દે પણ હું તૈયાર છું.’ મીટિંગમાં લીગના આયોજન સંબંધી વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી પરંતુ તમામ હાલ વર્તમાન સ્થિતિમાં સુધાર થવાની રાહ જોઈ રહ્યાં છે. વાડિયાએ કહ્યું કે,‘મીટિંગમાં વિવિધ મુદ્દે ચર્ચા થઈ. બીસીસીઆઈ, ફ્રેન્ચાઈઝી અને સ્ટાર કોઈપણ ફાયદા વિશે નથી વિચારી રહ્યાં. સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી અમે સરકાર તરફથી મળનાર સૂચન પર અમલ કરીશું, ત્રીજી વ્યક્તિ લીગના પ્રારંભ અંગે કહી શકે નહીં. 2-3 અઠવાડિયા બાદ અમે સ્થિતિનો રિવ્યૂ કરીશું.’

આ વિકલ્પો પર પણ ચર્ચા થઈ

1. આઈપીએલને નાની કરવામાં આવે.

2. 4-4 ટીમોને 2 ગ્રૂપમાં વહેંચવામાં આવે, ટોપ-2 ટીમો વચ્ચે પ્લેઓફ.

3. ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ)ની સંખ્યામાં વધારો. જેથી ઓછા દિવસમાં ટૂર્નામેન્ટ પૂર્ણ થાય.

4. લિમિટેડ ગ્રાઉન્ડમાં મેચ રમાય. જેથી ખેલાડી, સ્ટાફ અને ક્રૂ સભ્યોને વધુ મુસાફરી ના કરવી પડે.

5. તમામ 60 મેચ દર્શકો વગર રમાય. જેથી આયોજકોને વધુ નુકસાન ના થાય.

નેસ વાડિયાએ કહ્યું- રિશેડ્યૂલ અંગે હાલ કંઈ કહી શકાય નહીં

ક્રિકેટ }આઈપીએલ કાઉન્સિલની મીટિંગ 90 મિનિટ ચાલી, પરંતુ નિર્ણય નહીં

આઈપીએલ રમાશે તો તેને નાની કરાય તેવી શક્યતા: ગાંગુલી

બેઠક બાદ બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે,‘આઈપીએલ 13નું આયોજન કરી શકાશે તો તેને નાની કરવામાં આવશે. 15 એપ્રિલમાં હજુ સમય છે. જો સ્થિતિમાં સુધાર જોવા મળશે તો આયોજન થઈ શકશે. પરંતુ આઈપીએલને કેટલી નાની કરવામાં આવશે તે અંગે હાલ કહી શકાય નહીં.’

કોહલીએ કહ્યું- મજબૂત રહો અને લડો: કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે,‘સાવધાનીના ભાગરૂપે યોગ્ય ઉપાયો થકી કોરોના સામે મજબૂતીથી લડો. સુરક્ષિત રહો, એલર્ટ રહો. જાગૃત રહેવું જરૂરી છે. તમામ પોતાનું ધ્યાન રાખો.’

રિશેડ્યૂલ અંગે નેસ વાડિયાએ કહ્યું કે, આ અંગે હાલ કંઈ કહી શકાય નહીં. હાલની સ્થિતિ આ મુદ્દે ચર્ચા કરવા માટે યોગ્ય નથી. વિદેશી ખેલાડીઓના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, ‘15 એપ્રિલ સુધી પ્રતિબંધ છે, તે પછી જોઈશું. ટૂર્નામેન્ટ શરૂ થાય તો સારું ના યોજાય તો કંઈ વાંધો નહીં.’ કોલકાતા નાઈટરાઈડર્સના માલિક તથા બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાને કહ્યું કે,‘મેદાન બહાર મીટિંગ સારી રહી. ખેલાડી, દર્શકો, મેનેજમેન્ટ અને વેન્યૂની સુરક્ષા જરૂરી. સરકાર અને સ્વાસ્થ્ય મંત્રાલયના સૂચનોનું પાલન કરાશે. આશા છે પીડિતોની સંખ્યામાં ઘટાડો નોંધાશે.’
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો