તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રે પહેલી વખત હું આચાર્ય શ્રી યોગીશને મળી તો તેમની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રે પહેલી વખત હું આચાર્ય શ્રી યોગીશને મળી તો તેમની સામે એક છાત્રની જેમ બેઠી હતી. મેં તેમને કહ્યું કે મને નથી ખબર કે હું અહીં કેમ આવી છું, પરંતુ કદાચ નિયતિને એ જ મંજૂર હતું. આચાર્ય શ્રીએ મને કહ્યું કે જ્યારે વિદ્યાર્થી તૈયાર હોય છે તો ગુરુ પોતે તેની સામે આવી જાય છે. આજે જ્યારે હું તે અંગે વિચારું છું તો મને થાય છે કે કદાચ હું તેમને પૂછવા માટે પ્રશ્નો પહેલાથી તૈયાર કરી શકી હોત. મને યાદ છે કે મેં પૂછ્યું હતું કે શું આ જીવનમાં મને મોક્ષ મળી શકશે? શું હું પોતાને જાણી શકીશ? શું હું બીજાને કંઈક શીખવાડી શકીશ? તેમણે કહ્યું હતું - બીજાને શીખવતા પહેલાં પોતે શીખવું જરૂરી છે. છતાં જે દિવસે મારી દીક્ષા થઈ તે દિવસે ભારતીય પરંપરાથી મને તૈયાર કરાઈ. હાથમાં મેંદી મૂકવામાં આવી, ચૂંદડી પહેરાવાઈ. આચાર્ય શ્રી યોગીશે મને સિદ્ધાલી શ્રી નામ આપ્યું. તેમણે આ નામનો અર્થ જણાવ્યો - એ જે આઝાદ આત્માઓમાં સૌથી પ્રકાશમાન હોય. તેમણે કહ્યું ઈતિહાસમાં ક્યારેય કોઈને આ નામ અપાયું નથી. મેં આ નામ વિશેષરૂપે ટેમી માટે પસંદ કર્યું છે. દીક્ષાના દિવસે મેં જાણ્યું કે બધા લોકો દુનિયાને બદલવા માગે છે, પરંતુ કોઈ પોતાને બદલવા નથી માગતું. મારી નજરમાં દીક્ષાનો અર્થ છે - આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવાની પ્રતિજ્ઞા.

ઈરાકમાં 21 વર્ષની વયે મેં યુદ્ધ અને હિંસાનું ભયાનક રૂપ જોયું હતું. એક વખત મેં ત્યાંથી આચાર્ય શ્રી યોગીશને ફોન કર્યો. મેં તેમને પૂછ્યું દીક્ષા કેવી રીતે લેવાય? શું હું સાધ્વી બની શકું છું? તેમણે કહ્યું હતું કે સૈન્યમાં તમારું જીવન કઠોર હોય છે તે જ રીતે સંતનું જીવન પણ કઠોર હોય છે. અહીં પણ આકરી શિસ્તને સ્વેચ્છાએ અપનાવવાની હોય છે. અહીં પણ જીવન એક અલગ પ્રવાહમાં વહે છે. મને લાગવા લાગ્યું કે જીવનનો ઉદ્દેશ્ય મળી ગયો છે. હું જીવનની નવી શરૂઆત કરવા માગતી હતી અને સૈન્યની પોતાની ડ્યુટી ખતમ થવાની રાહ જોવા લાગી હતી. મેં જાણ્યું કે હિંસાને માત્ર એ જ લોકો પ્રોત્સાહન આપી શકે છે જે હિંસાનાં પરિણામો જાણતા નથી. જ્યારે મેં જૈન ધર્મના દશવૈકાલિક જેવા ગ્રંથો વાંચવાનું શરૂ કર્યું તો અનુભવ્યું કે હવે તર્ક મારા કાબૂમાં આવવા લાગ્યા છે. મને પ્રશ્નોના જવાબ જાતે જ મળવા લાગ્યા છે. જૈન ધર્મના ગ્રંથો વાંચતા મેં જાણ્યું કે ઈશ્વરનું અલગથી કોઈ અસ્તિત્વ જ નથી. તે આપણી અંદર જ છે.

મને જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરની શિષ્યા ચાંદનાએ ઘણી પ્રભાવિત કરી. હજારો વર્ષ પહેલાં તેમણે રાજાઓનાં વેશ્યાલયોમાં જઈને સેક્સ વર્કર્સને મુક્ત કરાવી હતી. ચાંદનાએ આ મહિલાઓને અનુભવ કરાવ્યો કે તમારું અસ્તિત્વ તમારા શરીર સુધી મર્યાદિત નથી. પછી આ સેક્સ વર્કર્સે જૈન ધર્મ અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ભગવાન મહાવીરે આવી અંદાજે 30 હજાર પીડિતાઓને પોતાના શરણમાં લઈને મુખ્ય પ્રવાહમાં લાવવાનું પવિત્ર કામ કર્યું હતું. આજે પણ સમગ્ર દુનિયામાં 3 કરોડથી વધુ સેક્સ વર્કર્સ દાસીઓ જેવું જીવન જીવી રહી છે. તેથી અમારો આશ્રમ સિદ્ધાયતન માનવ તસ્કરી વિરુદ્ધ કામ કરી રહ્યો છે. અમે આ વિષય પર ‘સ્ટોપિંગ ટ્રાફિક’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. આ માનવ તસ્કરી રોકવામાં ભૂમિકા ભજવનારા લોકોની કહાની છે. અમે ટ્રાફિકિંગ રોકવા માટે પોલીસને તાલીમ આપી રહ્યા છીએ.જૈન ધર્મના સિદ્ધાંતોના માધ્યમથી તેમને મુખ્ય પ્રવાહમાં આવવા માટે પ્રેરિત કરીએ છીએ. અમે દરેક એવા મનુષ્યનો અવાજ બનવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે પોતાનો અવાજ નથી ઉઠાવી શકતા. આઘાતમાંથી બહાર આવવા યોગની પણ તાલીમ આપે છે. અહિંસા જ દુનિયાનો સૌથી મોટો ધર્મ છે. અહિંસાનો સિદ્ધાંત ખુશી મેળવવાની સર્વશ્રેષ્ઠ રીત છે.હવે જ્યારે લોકો વચ્ચે હું અહિંસા અંગે વાત કરું છું તો જણાય છે કે અહીં અમેરિકામાં અનેક લોકોને અહિંસા અંગે માહિતી જ નથી. હું તેમને મારી કહાની સંભળાવું છું અને જણાવું છું કે સંતુલિત, સાર્થક અને સાચા અર્થમાં સફળ જીવનનો સૌથી સારો માર્ગ અહિંસાનો છે. અનેક લોકો મારી પાસે એ જાણવા માટે આવે છે કે હું શું કરું છું અને તે કેવી રીતે અહિંસાના આ માર્ગને શીખી શકે છે.

અન્ય સમાચારો પણ છે...