હું ગ્રેજ્યુએશનના સમયને યાદ કરવાની કોશિશ કરી રહી હતી અને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હું ગ્રેજ્યુએશનના સમયને યાદ કરવાની કોશિશ કરી રહી હતી અને મને કાંઇ પણ યાદ આવતું નહતું. માત્ર એટલું યાદ હતું કે હું સુંદર દેખાતી હતી. પછી મેં બધી જૂની તસવીરો કાઢી અને જોયું કે વાસ્તવમાં હું એટલી પણ સુંદર દેખાતી ન હતી... મને કાંઇ પણ યાદ નહતું કારણ કે હું એ સમયમાં ભવિષ્યની ચિંતામાં ડૂબેલી રહેતી હતી. હું એક રીતે ત્યાં હાજર જ નહતી અને તેણે મને આ એક સવાલ અંગે વિચારવા મજબૂર કરી દીધી. જે તાજેતરમાં જ કોઇએ મને પૂછ્યું હતું . સવાલ હતો- જો તમે પાછા જઇ શકો તો અને પોતાના એ યુવાનીના દિવસો સાથે વાત કરી શકો, તો તમે શું કહેશો?’ મને લાગ્યું કે હું શું ઇચ્છતી હતી. કોઇએ મને પૂછ્યું કે હું છેલ્લાં 4 વર્ષથી મારા એ પુત્રને શું કહી રહી હતી કે જેને હું સૌથી વધુ પ્રેમ કરું છું. હું મારા 4 વર્ષના પુત્રને એ વાતો કહું છું જે અંગે મને લાગે છે કે મને પણ દુનિયામાં ડગ રાખતા પહેલાં કોઇએ જણાવ્યું હોત અને એ પહેલી વાત એ છે કે બહુ વધારે ચિંતા કરવાનું છોડી દો. અજાણ્યાથી ડરવાનું છોડી દો, કારણ કે જે વસ્તુની મેં ચિંતા કરી હતી તે થઇ જ નહીં અને બીજું કાંઇ જ થઇ ગયું. અજાણ્યા અંગે આપણે કંઇ કરી શકીએ નહીં અને મને મારા જીવનની કોઇ પણ એવી પળ યાદ નથી જ્યાં હું ચિંતામાં ડૂબી હતી. બીજી વાત- પોતાનું સ્તર ઊંચું રાખો. લોકો તમને નિષ્ફળ થતા જોવા માંગે પરંતુ એ તમારી સમસ્યા નથી. એ તેમની સમસ્યા છે. હું માત્ર એ પળોને યાદ કરું છું જ્યાં હું જે કરી શકતી હતી, તેનાથી ઉપર જઇને મેં પ્રયત્ન કર્યો. મને નિષ્ફળતાઓ અંગે યાદ નથી. નિષ્ફળતા ખરેખર તો કંઇ પણ નથી. એ માત્ર એટલી જ વાત છે કે તેના કાંઇ સારું કરવાની જરૂર છે.

ત્રીજી વાત- આપણે ઘરેથી નીકળતા પહેલાં ઊંચા અવાજે મ્યુઝિક લગાવીએ છીએ પરંતુ નિયમ એ છે કે વિશ્વમાં ડગ મૂક્તા પહેલાં તમારે થોડો ડાન્સ કરવો પડશે. કારણ કે તે વિશ્વમાં તમારી ચાલવાની રીત બદલી નાખે છે, તો આવું જરૂર કરો. દરરોજ દરેક ભોજન સાથે લીલું કાંઇક ખાવ. તે પુખ્તો માટે પણ જરૂરી છે. જ્યારે કોઇ તમારી પરવા કરે છે તો તમને ભેટે છે, તમે પણ તેને બંને હાથ ફેલાવી ભેટી પડો. એક બાજુથી ભેટશો નહીં કારણ કે તમે જ્યારે બંને હાથથી કોઇને ભેટો છો તો તે તમને કોઇનો સહારો આપે છે અને આપણને હંમેશા સાથની જરૂર હોય છે. જો કોઇ તમારી સાથે રમવા નથી માગતું તો કોઇ વાત નહીં. દરેક આપણને પ્રેમ કરવાના નથી. કોઇ વ્યક્તિને શોધો જે તમારી સાથે રમવા માગે છે અને તમારી પ્રસંશા કરે છે. સૌથી મોટી વાત એ કે પોતાની ખુશીને શોધો, જે છે તેનો આનંદ મેળવો. (વર્ષ 2014માં વોરેન ઇસ્ટર્ન ચાર્ટર સ્કૂલ, ન્યુ ઓરલિન્સમાં અમેરિકન એક્ટ્રેસ સાન્ડ્રા બુલોકનું ભાષણ)

અન્ય સમાચારો પણ છે...