દિવ ફરવા આવેલા હિંમતનગરનાં યુવાનનું દરિયામાં ડૂબી જતાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાના હિંમતનગરનો ધ્રુવીન રાજેશકુમાર રાવલ (ઉ. 22) નામનો યુવાન વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં ડીએચએમમાં અભ્યાસ કરે છે. તે મિત્રો સાથે ગઇકાલ તા. 13 મે નાં રોજ દિવ ફરવા આવ્યો હતો. અને નાગવા બીચમાં ન્હાવા પડ્યો હતો. એ વખતે એક વિકરાળ મોજું તેને તાણી ગયું હતું. ધ્રુવીન ગઇકાલથી દરિયાના પાણીમાં લાપત્તા બની ગયો હતો. પોલીસે તેની શોધખોળ આખી રાત કરી હતી. પણ તેનો પત્તો નહોતો મળ્યો. દરમ્યાન આજે સવારે તેનો મૃતદેહ મળી આવતાં તેનું પીએમ કરાયું હતું. જાણવા મળ્યા મુજબ, ધ્રુવીન તેના પિતાનો એકનો એક પુત્ર હતો.

અન્ય સમાચારો પણ છે...