તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘઉંના પાકમાં ઊધઈનો નાશ કેવી રીતે કરવો?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સવાલ | ઘઉં સહિત અનાજના પાકમાં કીટક ઊધઈનો નાશ કેવી રીતે કરવો જોઇએ.

જવાબ | ઊધઈનો ઉપદ્રવ રેતાળ જમીનમાં વધુ જોવા મળે છે. તે મૂળ અને જમીન નજીક થડને ખાય છે જેથી છોડ પીળા પડી સુકાય છે. ઊધઈનો ઉપદ્રવ ઘટાડવા પાછલા પાકના જડિયા મૂળિયાં વીણી ૪ થી ૫ ટન / એકર મુજબ સારૂ કહોવાયેલું છાણિયું ખાતર આપવું. દિવેલીનો કે લીમડાનો ખોળ પણ અસરકારક છે. પાણીની અછત આ જીવાતને માટે અનુકૂળ છે. શરૂવાતની અવસ્થાએ નિયંત્રણ માટે ૧૦૦ કિલો બીજને ફિપ્રોનિલ૫SC ( રિજટ, સલ્લો ) @ ૬૦૦ મિલી / ૫ લિટર પાણી ના દ્રાવણ વડે ભોયતળિયા પર પાથરી મોઈ નાખવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો કલોરપાયરીફોસ૨૦EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન ) ૨ લિટર અથવા ૫૦૦ મિલી ફીપ્રોનીલ ૫%SC (રેજટ, સલ્લો ) પિયતના પાણી સાથે ૧ એકરમાં આપવી.

ખેડૂતનો પ્રશ્ન
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો